એક વર્ષની અંદર એવી ગાય બનાવીશ જે કડકડાટ સંસ્કૃત-તમિલ બોલશે : સ્વામી નિત્યાનંદ
દક્ષિણ ભારતમાં ચર્ચિત સ્વયંભૂ બાબા સ્વામી નિત્યાનંદે દાવો કર્યો છે કે તેઓ ગાયોને તમિલ અને સંસ્કૃત બોલતા શિખવાડી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં ચર્ચિત સ્વયંભૂ બાબા સ્વામી નિત્યાનંદે દાવો કર્યો છે કે તેઓ ગાયોને તમિલ અને સંસ્કૃત બોલતા શિખવાડી શકે છે. નિત્યાનંદે આ વાત આત્મવિશ્વાસ સાથે કહી છે. તેમણે પ્રવચન દરમિયાન એ દાવો કર્યો છે. તેમના પ્રવચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિત્યાનંદ એવો દાવો કરે છે કે તેઓ ગાયો અને વાંદરાઓને આધ્યાત્મ દ્વારા સંસ્કૃત અને તમિલ બોલતા શીખવાડી દેશે. તેઓ કહે છે કે તેમણે એક સોફ્ટવેર તૈયાર કર્યુ છે જેના દ્વારા તે શક્ય છે. દાવો કરવામાં આવ્યો છે કે તેમણે આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરી લીધુ છે.
નિત્યાનંદે કહ્યું કે વાંદરા અને ગાય જેવા જાનવરોના શરીરમાં મનુષ્ય જેવા અંગો હોતા નથી. હું આધ્યાત્મ દ્વારા જાનવરોના શરીરમાં આ અંગો પેદા કરવા માટે સક્ષમ છેું. હું આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકુ છું. તેમણે કહ્યું કે 'હું આ પ્રયોગ સંબંધિત સોફ્ટવેરનું ટેસ્ટિંગ પણ કરી ચૂક્યો છું. ત્યારબાદ આ વાત કરું છું. સોફ્ટવેરના ટેસ્ટિંગ બાદ કહી શકુ કે હું ગાય અને વાંદરામાં માણસોવાળા અંગો પેદા કરી શકુ છું. તેમણે વધુમાં કહ્યું કે આ વાતને રેકોર્ડમાં રહેવા દો, હું એક વર્ષની અંદર આ વાત સાબિત કરીને બતાવીશ. હું વાંદરા, સિંહ, વાઘની બોલવાની નળી (વોકલ કોર્ડ) તૈયાર કરીશ.'
નિત્યાનંદે વધુમાં કહ્યું કે બહુ જલદી તેઓ એવી ગાય સામે લાવીને ઊભી કરી દેશે જે તમિલ અને સંસ્કૃત ભાષામાં વાત કરશે. આ અગાઉ નિત્યાનંદ એ વાતનો પણ દાવો કરી ચૂક્યા છે કે તેઓ ધ્યાન દ્વારા મોટા મોટા રોગોની સારવાર કરી શકે છે.
સેક્સ સિડી કાંડથી ચર્ચામાં આવ્યાં હતાં નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદ સેક્સ સિડી કાંડથી ચર્ચામાં આવ્યાં હતાં. વર્ષ 2010માં નિત્યાનંદની સેક્સ સિડી સાર્વજનિક થતા વિવાદ થયો હતો. સાધનાની આડમાં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઈકોર્ટે નિત્યાનંદની એ દલીલ પણ ફગાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેમના અને અભિનેત્રી વચ્ચે શારીરિક સંબંધ સહમતિથી થયા હતાં. સેશન્સ કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો ફેસલો લીધો હતો. ત્યારબાદ સ્વયંઘોષિત સાધુના સહયોગીઓએ અરજી દાખલ કરીને કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. સ્વામી નિત્યાનંદનો જન્મ પહેલી જાન્યુઆરી 1978ના રોજ તામિલનાડુના થિરુનામલાઈમાં થયો હતો. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સન્યાસી થઈ ગયા હતાં. તેમણે પોતાની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે