જીંદગીભર Lockdown રહી ન શકીએ, સરકાર કોરોનાથી ચાર ડગલાં આગળ છે: કેજરીવાલ
દિલ્હી (Delhi) માં સતત વધી રહેલા કોરોના (Corona) સંક્રમણના માલે સરકારને ચિંતામાં મુકી દીધા છે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ફેસબુક લાઇવના માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં સતત વધી રહેલા કોરોના (Corona) સંક્રમણના માલે સરકારને ચિંતામાં મુકી દીધા છે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ફેસબુક લાઇવના માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, અમે તેને સ્વિકારીએ છીએ. પરંતુ ચિંતાની કોઇ વાત નથી. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી સરકાર કોરોના વાયરસથી ચાર ડગલાં આગળ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે કોઇ એમ ન કહી શકે કે એક કે બે મહિના વધુ લોકડાઉન કરીએ તો કોરોના ઠીક થઇ જશે. કોરોના રહેશે, જો કોરોના રહેશે તો કોરોનાની સારવા કરવાની વ્યવસ્થા કરવી પડશે.
તેમણે કહ્યું કે અમારી સરકાર અત્યારે કોરોનાના દર્દીઓની સારવાર પર ધ્યાન આપી રહી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી હોવાના નાતે મને બે વસ્તુઓની ચિંતા છે. પહેલી ચિંતા એ છે કે જો દિલ્હીમાં કોરોનાના મોતનો આંકડો વધવા લાગ્યો તો અને બીજું માનો કે કોરોનાના 10,000 દર્દી છે અને અમારી પાસે 8,000 બેડ છે તો આ અમારા માટે ચિંતાનો વિષય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દિલ્હીમાં કોરોના વાયરસના 17,386 કેસ છે, તેમાંથી 2100 દર્દી હોસ્પિટલમાં છે. બાકી બધા ઘરોની અંદર છે, તે ઘરોની અંદર સારવાર કરાવી રહ્યા છે. ગત અઠવાડિયા અમે ઓર્ડર જાહેર દીધા છે. 5 જૂન સુધી દિલ્હીમાં 9500 બેદ તૈયાર થઇ જશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે એક એપ બની ગઇ છે અત્યારે તેની ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સોમવારે તેને લોન્ચ કરશે. તે એપમાં તમને દરેક એક હોસ્પિટલનો ડેટા મળશે કે કઇ હોસ્પિટલમાં કેટલા બેડ અને વેંટિલેટર છે અને કેટલા ખાલી છે. તેનાથી દર્દીઓને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની સુવિધા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે