ભારતના આ વિસ્તારની મહિલાઓ જીવે છે 120 વર્ષનું લાંબુ જીવન
ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં મહિલાઓ 120 વર્ષ સુધી જીવે છે. આ સ્થળ છે કાશ્મીર ઘાટી. એટલું જ નહિ, આ મહિલાઓ આજીવન જવાન લાગે છે. મહિલાઓ 60 વર્ષની ઉંમરમાં પણ પ્રેગનેન્ટ થાય છે.
Trending Photos
સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે લોકોના હોસ્પિટલના ચક્કર પણ વધી જાય છે. લોકોની દિનચર્યામાં દવાઓ પણ સામેલ થઈ જાય છે. ઉંમરની અસર લોકોના ચહેરાથી લઈને ફિટનેસ પર દેખાવા લાગે છે. કેટલાક લોકો ખુદને વૃદ્ધ કહેવા લાગી જાય છે, તો કેટલાક પોતાને જવાન બનાવવા વિવિધ નુસ્ખા અપનાવે છે. પણ શું તમે જાણો છો કે, ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં મહિલાઓ 120 વર્ષ સુધી જીવે છે. આ સ્થળ છે કાશ્મીર ઘાટી. એટલું જ નહિ, આ મહિલાઓ આજીવન જવાન લાગે છે. મહિલાઓ 60 વર્ષની ઉંમરમાં પણ પ્રેગનેન્ટ થાય છે. એટલું જ નહિ, આ મહિલાઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કહેવાય છે.
વાત છે કાશ્મીર ઘાટીના હુંઆ જાતિની. ડો. જે મિલ્ટન હોફમેને આ જનજાતિની ઉંમર અને રોજિંદી લાઈફસ્ટાઈલ પર રિસર્ચ કર્યું છે. આ પર તેમણે એક ‘પુસ્તક સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ લિવિંગ પિપલ’ લખ્યું છે. તેમાં આ પ્રજાતિના જીવનકાળ અને આટલા લાંબા સમય સુધી સ્વસ્થ બની રહેવા વિશે જણાવાયું છે. આ જનજાતિના લોકો દવાઓનું સેવન બહુ જ ઓછું કરે છે અને બીમારીઓથી દૂર રહે છે.
ખાણીપીણી અને જીવનશૈલી
અહીંના લોકોનું લાંબુ જીવન પાછળનું રહસ્ય તેમની ખાણીપીણી છે. અહીંના લોકોને ભૂખ લાગે તો તેઓ અખરોટ, અંજીર અને ખૂબાની ખાય છે. તરસ લાગે તો નદીનું પાણી પી લે છે. નાની બીમારી હોય તો આસપાસ મળી રહેતી જડીબુટ્ટીઓથી ઈલાજ કરે છે. ક્યાંક જવું હોય તો માઈલ સુધી ચાલતા જતા રહે છે. કહેવાય છે કે, અહીંના લોકોને દવા વિશે બહુ માહિતી પણ નથી. કેમ કે, તેઓને તેની જરૂર જ નથી પડતી.
ઠંડા પાણીથી ન્હાવુ
ડો.રોબર્ટ મૈક્કૈરિસને પબ્લિકેશન સ્ટડીઝ ઈન ડેફિશિયન્સી ડિસીઝ અને તેના બાદ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં આ જનજાતિના લોકો પર એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં લખ્યું છે કે, અહીંના લોકો શૂન્યથી પણ ઓછા તાપમાનમાં ઠંડા પાણીથી ન્હાય છે. તેમની જીવનશૈલીમાં ઓછું ખાવાનું અને વધુ ફરવું છે. અહીંના લોકો સવારે જલ્દી ઉઠી જાય છે અને માઈલો સુધી ચાલે છે. તેમની લાઈફસ્ટાઈલમાં સુંદરતા, લાંબી ઉંમર અને સારી હેલ્થના રહસ્યો છુપાયેલા છે.
સિકંદરના વંશજ
કહેવાય છે કે, હુંઆ જનજાતિના લોકો સિંકદરને પોતાના વંશજ માને છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, અહીંની આબોહવા તેમને અંદરથી અને બહારથી તાજગીસભર બનાવે છે. અહીં ન તો ગાડીઓ છે, ન તો ધુમાડો ઉડે છે, ન તો પ્રદૂષિત પાણી છે. આ જ કારણે તેઓ મૃત્યુ સુધી બીમારીથી દૂર રહે છે.
હુંજા જનજાતિના લોકો ભારત-પાકિસ્તાનની બોર્ડર પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનના પહાડો પર વસે છે. તેમની જનસંખ્યા 87 હજારની આસપાસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે