84ના શીખ વિરોધી તોફાનો અંગે રાહુલનું નવુ નિવેદન, ફુલ્કાએ ગણાવ્યો ડ્રામા

બ્રિટનની બે દિવસીય યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ બ્રિટનમાં સાંસદો અને સ્થાનીક નેતાઓની સભામાં શુક્રવારે કહ્યું કે આ ઘટના ત્રાસદી હતી અને તે ખુબ જ દુ:ખદ અનુભવ હતો પરંતુ તેમાં ક્યાંય પણ કોંગ્રેસ સમાવિષ્ટ નહોતી

84ના શીખ વિરોધી તોફાનો અંગે રાહુલનું નવુ નિવેદન, ફુલ્કાએ ગણાવ્યો ડ્રામા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલના સમયે વિદેશ યાત્રા પર છે. શીખ તોફાનો પર અપાયેલા નિવેદન પર એક વિવાદ પેદા થયો છે. બ્રિટનની બે દિવસીય યાત્રા પર ગયેલા રાહુલ ગાંદઈએ બ્રિટનના સાંસદો અને સ્થાનીક નેતાઓની સભામાં શુક્રવારે ઘટના ત્રાસદી હતી અને ખુબ જ દુ:ખ દાયક અનુભવ હતો. જો કે તેમણે તે બાબતે અસંમતી વ્યક્ત કરી કે તેમાં કોંગ્રેસ કોઇ પણ રીતે સંડોવાયેલી હતી. રાહુલે કહ્યું કે, મને લાગે છેકે કોઇની પણ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની હિંસા ખોટી છે. 

રાહુલે કહ્યું કે, દેશને આગળ લઇ જવા માટે આપણુ કામ લોકોને સાથે લાવવાનું છે અને આપણે એવું કર્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર 1984 મુદ્દાના વકીલ એસ.એચ ફુલ્કાએ તેની વિરુદ્ધ આકરો શાબ્દીક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 84ના તોફાનો માટે કોંગ્રેસ સંપુર્ણ રીતે જવાબદાર છે. જે નેતાઓએ પોલીસ અધિકારીઓએ 84ના તોફાનો કરાવ્યા છે તે તમામ લોકો કોંગ્રેસી હતા અને તેમને પ્રમોટ પણ કરવામાં આવ્યા. રાજીવ ગાંધીએ પોતે જ કહ્યું હતું કે જ્યારે મોટુ ઝાડ પડે છે ત્યારે ધરતી હલે જ છે. એવા ઘણા પુરાવા છે જે સ્પષ્ટ ઇશારો કરે છે કે 84ના શીખ તોફાનો પાછળ કોંગ્રેસ જવાબદાર હતું. 

શ્રી ગુરૂનાનક દેવ અંગે આપેલા નિવેદનમાં પણ ફસાયા
રાહુલ ગાંધીએ તે ઉપરાંત એક વધારે કારણથી જવાબદાર છે. તેમણે જર્મનીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, તેની વિચારસરણી ગુરૂનાનકની શિક્ષાઓ પરથી પ્રેરિત છે. શ્રીગુરૂનાનક દેવજીની વિચારધારા અંગે ફુલ્કાએ કહ્યું કે, કોઇની વિચારસરણી ગુરુનાનકદેવજીની જેવી હોઇ શકે નહી.હા તેમની વિચારસરણીને ફોલો જરૂર કરી શકાય છે. રાહુલ ગાંધી તેમની જેવું તો શું તેમની વિચારસરણીથી દુર દુર સુધી ક્યાંય પણ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news