Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા

હાઉડી મોદીના (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) મંચ પરથી પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ સીધો પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાનાં દેશ પહેલા સંભાળે, ત્યાર બાદ હું બીજી વખત વાત કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વડાપ્રધાન મોદીએ ખુબ જ મજબુત અવાજમાંક હ્યું કે, જે પોતાનો દેશ સંભાળી શકે તેમ નથી તેમને 370 સામે સમસ્યાઓ છે. રસપ્રદ વાત છેકે વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાંપાકિસ્તાનનું નામ એક પણ વખત લીધું નહોતું. 
Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા

હ્યુસ્ટન : હાઉડી મોદીના (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) મંચ પરથી પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ સીધો પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાનાં દેશ પહેલા સંભાળે, ત્યાર બાદ હું બીજી વખત વાત કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વડાપ્રધાન મોદીએ ખુબ જ મજબુત અવાજમાંક હ્યું કે, જે પોતાનો દેશ સંભાળી શકે તેમ નથી તેમને 370 સામે સમસ્યાઓ છે. રસપ્રદ વાત છેકે વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાંપાકિસ્તાનનું નામ એક પણ વખત લીધું નહોતું. 

1. ભારતની સામે 70 વર્ષથી એક મોટો પડકાર છે, જે થોડા દિવસો પહેલા દેશે ફેરવેલ આપ્યું છે. અનુચ્છેદ 370 ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં લોકોનો વિકાસ અને સમાન અધિકારથી વંચિત હતા. આ સ્થિતીનો લાભ આતંકવાદીઓ અને અલગતાવાદીઓ ઉઠાવી રહ્યા હતા. જે પોતાનો દેશ સારી રીતે સંભાળી શકતા નથી તેઓ 370ના કારણે સમસ્યા થઇ રહી છે. 
2. તેઓ દેશો જે આતંકવાદને હવા આપ્યા કરે છે તેમની વિરુદ્ધ લડાઇનો સમય આવી ચુક્યો છે. 
3. અમેરિકામાં 9/11 હોય કે મુંબઇમાં 26/11 હોય તેના કાવત્રાખોરો અહીં (પાકિસ્તાન) મળી આવે છે, તે બધા જ જાણે છે. 
4. હવે સમય આવી ચુક્યો છે કે આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારા લોકો વિરુદ્ધ નિર્ણાયલ લડાઇ લડવાની છે. 
5. જે અશાંતિ ઇચ્છે ચે અને આતંકવાદ અને આતંકવાદીઓને પાળી પોષી રહ્યા છે તેમની ઓળખ સમગ્ર વિશ્વ સારી રીતે કરી ચુકી છે. પાકિસ્તાનનું નામ લીધા વગર જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઇ કરવી જરૂરી બની છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news