લાભ પાંચમે ભગવાન શિવ અને ગણેશની આ પૂજાનું હોય છે વિશેષ મહત્વ

લાભ પાંચમનો દિવસને ખાસ લાભ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઈચ્છિત લાભ મળે છે, તથા શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિની સાથે સાથે જીવનમાં સુખ-શાંતિ અને ધરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. 

 લાભ પાંચમે ભગવાન શિવ અને ગણેશની આ પૂજાનું હોય છે વિશેષ મહત્વ

દિવાળી બાદ આવતા કાર્તિક માસની શુક્લ પક્ષની પંચમીને લાભ પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 12 નવેમ્બરે એટલે કે આજે છે. જેને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસ તમામ સાંસારિક ઈચ્છાઓને પૂરો કરવાનો દિવસ કહેવામાં આવે છે. આ માટે આ દિવસે શિવ પૂજનનું વિશેષ મહત્વ હોય છે. લાભ પાંચમના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવ છે. ત્યારે લાભ પાંચમના દિવસનું મહત્વ ખાસ જાણી લેજો.

લાભ પાંચમનો દિવસને ખાસ લાભ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઈચ્છિત લાભ મળે છે, તથા શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિની સાથે સાથે જીવનમાં સુખ-શાંતિ અને ધરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. 

આવી રીતે કરો પૂજા
લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી લઈને સૂર્ય જળાભિષેક કરવાની પરંપરા છે. ત્યાર બાદ શુભ મુહૂર્તમાં ભગવાન શિવ તથા ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરાય છે. શ્રી ગણેશને સુપારી પર ચોખાના અષ્ટદળ પર બિરાજિત કરાય છે. તેમને ચંદન, સિંદુર, અક્ષત, ફુલ, દૂર્વાથી પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને ભસ્મ, બિલી પત્ર, ધતુરા તથા સફેદ વસ્ત્ર અર્પિત કરીને પૂજવામાં આવે છે. તેના બાદ ગણેશજીને મોદક તથા શિવજીને દૂધ તથા સફેદ પકવાનનો ભોગ ચઢાવવામાં આવે છે. 

અનેક મંદિરોમાં આ પાંચમ પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશ મંદિરોમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. આ દિવસે ઘરોમાં પ્રથમ આરાદ્ય દેવ ગજાનંદ ગણપિતાનું આહવાન કરવામાં આવે છે. ભગવાન ગણેશજીની વિધિવત પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજના દિવસે મંદિરોમાં ગણેશજી માટે વિશેષ મનમોહક ઝાંખી કરવામાં આવે છે. અને રાત્રે ભજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news