J&K: મોદી સરકારના 70 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે, આ છે કારણ

આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

J&K: મોદી સરકારના 70 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે, આ છે કારણ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરની જનતાના હ્રદયની વાતો જાણવા માટે કેન્દ્રીય મંત્રીઓનો એક સમૂહ રાજ્યની મુલાકાતે જશે. પાછા ફરીને આ મંત્રીઓ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયને પોતાના રિપોર્ટ સોંપશે. બંધારણની કલમ 370માં ફેરફાર કર્યા બાદ કેન્દ્ર સરકારના મંત્રીઓનો આ બીજો પ્રવાસ રહેશે. ગત વર્ષ 18-24 જાન્યુઆરીની વચ્ચે પણ 36 મંત્રીઓએ જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. 

10 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રવાસ
આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન મંત્રીઓ જનતા સાથે મુલાકાત કરવા ઉપરાંત મંત્રી પ્રશાસન અને પંચાયતી રાજ સંસ્થાઓના લોકોને પણ મળશે. કેન્દ્રીય મંત્રી પરિષદમાં કુલ 78 મંત્રીઓ છે અને તેમાંથી 70 મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાની વાત સામે આવી રહી છે. દર અઠવાડિયે 8 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે. એટલ કે 4 મંત્રી જમ્મુનો પ્રવાસ કરશે અને અન્ય 4 કાશ્મીર જશે. વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પણ તેનો ભાગ રહેશે. મળતી માહિતી મુજબ જે મંત્રી પાસે જે કાર્યાલયની જવાબદારી છે તે પોતાના મંત્રાલય સંબંધિત વાતોને ધ્યાનમાં લેશે અને પાછા ફરીને ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયને પોતાનો રિપોર્ટ સોંપશે. 

તિરંગો લહેરાવવો એ મોટી અચિવમેન્ટ
ડોગરા ફ્ન્ટના પ્રેસિડેન્ટ અશોક ગુપ્તાએ જણાવ્યું કે કેસર પર GI ટેગિંગ ભાજપની સૌથી મોટી ઉપલબ્ધિ છે. હવે ઈરાનનું કેસર પાછળ થયું છે. અહીં 4 લેન હાઈવેની શરૂઆત બાદ માત્ર 6 કલાકમાં દિલ્હીથી કટરા પહોંચી જવાય છે. પહેલા આવું કોઈએ વિચાર્યું પણ નહતું. જ્યાં કોઈ યુનિવર્સિટી સુદ્ધા ખોલી નહતું શક્યું ત્યાં આજે લદાખ-કાશ્મીરમાં IIT-IIM ખુલી રહ્યા છે. સરકારે મિલિટન્સી ખતમ કરી છે. જન્માષ્ટમી અને તિરંગો લહેરાવવો એક મોટી ઉપલબ્ધિ છે.  જો કે પેન્થર્સ પાર્ટીના જનરલ સેક્રેટરી ગગન પ્રતાપ સિંહે કહ્યું કે ભાજપ પ્રત્યે ખુબ રોષ છે. પાર્ટી ફક્ત રિપેર વર્ક કરી રહી છે. બેરોજગારી, મોંઘવારી, બધા મુદ્દાઓ પર લોકો પરેશાન છે. લોકોની જગ્યા માફિયા, માઈનિંગ, લિકર, એજ્યુકેશન માફિયા પોસાઈ રહ્યા છે. અસ્તિત્વ સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે.     

લોકોને કોઈ રાહત મળી નથી- કોંગ્રેસ
જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રમન ભલ્લાએ  કહ્યું કે ભાજપ સમજી ગયો છે કે ઐતિહાસિક બ્લન્ડર થયું છે. આથી લોકોને ગુમરાહ કરવા માટે પ્રવાસ થઈ રહ્યો છે. પહેલા પણ પ્રવાસ થયા છે. 3-3 તો મંત્રી છે. શું તેમને જમ્મુ અને કાશ્મીર અંગે જાણકારી નથી. હ્રદય અને દિલ્હીનું અંતર ત્યારે જ મીટશે જ્યારે રાજ્યનો દરજ્જો બહાલ કરે. કોઈ ફ્રૂટફૂલ રિઝલ્ટ આજ સુધી નીકળ્યું નથી. ટીવીમાં તો ખુબ સારું દેખાય છે, પરંતુ જમીન હકિકતથી ખુબ દૂર છે. 

વિકાસ તરફ વધુ એક પગલું
આ બાજુ જમ્મુ અને કાશ્મીરના નેતા યુદ્ધવીર સિંહનું કહેવું છે કે જે પ્રધાનંત્રી મોદીનું સપનું હતું દિલ્હી અને કાશ્મીરનું અંતર ઓછું કરવું, એવું જ આ મંત્રીઓ દ્વારા થઈ રહ્યું છે. આ પ્રશંસનીય કાર્ય છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. આ વિકાસ તરફ વધુ એક પગલું છે. અમે બધા તેનું સ્વાગત કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news