ફરવાના શોખીન છો પણ છે બજેટની સમસ્યા? હિમાચલની આ હોસ્ટેલમાં રહેશો તો થશે અડધો ખર્ચ

જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો...

ફરવાના શોખીન છો પણ છે બજેટની સમસ્યા? હિમાચલની આ હોસ્ટેલમાં રહેશો તો થશે અડધો ખર્ચ

જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો.

The Bunker Bir
આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે. આ પ્રોપર્ટીના અમુક રુમ સાથે અટેચ બાલકની પણ છે, જ્યાંથી તમને પહાડોનો સુંદર વ્યૂ પણ મળી શકે છે. અહીંયા તમને જરૂરની તમામ સુવિધાઓ મળી જશે. આ હોસ્ટેલ ધર્મશાળાથી 7 કિલોમીટર દૂર આવેલી છે, માટે તમે અહીં અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

No description available.

Roammate Hostel, Manali
રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે, જે ઓલ્ડ મનાલીમાં સ્થિત છે. આ હોસ્ટેલમાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળશે. અહીંથી ઘાટીઓના સુંદર દ્રશ્યો તમનં મંત્રમુગ્ધ કરી દેશે. આ પ્રોપર્ટીમાં સફરજનના બગીચા પણ છે, જે પર્યટકોને વ્યસ્ત રાખવા માટે પૂરતા છે.

No description available.

Hostel Triangle Folks, Dharamshala
તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે. માટીના ઘરો, આસપાસ દેખાતા પહાડોને કારણે આ હોસ્ટેલની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. તમે ક્યાંય બહાર ન જવા માંગતા હોવ તો પણ અહીં રહીને વોટરફોલની મજા માણી શકો છો. અથવા તો આસપાસના માર્કેટમાં જઈને ખરીદી કરી શકે છે.

No description available.

Whoopers Hostel, Kasol
કસોલમાં સ્થિત વૂપર્સ હોસ્ટેલ વિનામૂલ્યે પ્રાઈવેટ પાર્કિંગ અને વાઈફાઈની સુવિધા પણ પૂરી પાડે છે. મનાલીથી 27 કિમી સ્થિતિ આ સ્ટે બજેટ ફ્રેન્ડલી છે. અહીં તમને રુમ પસંદ કરવાના બે વિકલ્પો આપવામાં આવે છે, પહેલા છ બેડનો મિક્સ ડૉર્મ રુમ અને બીજો વિકલ્પ પ્રાઈવેટ રુમનો છે, સાથે બાથરુમની સુવિધા પણ મળશે.

No description available.

Youth Hostel, Manali
યૂથ હોસ્ટેલ શહેરની ભીડ ભાડથી દૂર હિમાચલ પ્રદેશના સૌથી સારી હોસ્ટેલમાંથી એક છે. અહીંમો માહોલ ઘણો જ શાંત છે. આ હોસ્ટેલમાં રહીને તમને એક રિસોર્ટમાં રહ્યા હોવ તેવો અનુભવ મળશે.

No description available.

Thira, Shimla
શહેરના કેન્દ્રમાં સ્થિત થિરા હોસ્ટેલની આસપાસ લગભગ તમામ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ આવેલા છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તમને ખૂબ પસંદ આવશે. અહીં તમે અન્ય મુલાકાતીઓ સાથે હળીમળીને રહી શકશો અને તમને ભારતની વિવિધતા પણ જોવા મળશે. સાફ ઓરડા, વિશાળ લૉજ અને જબરદસ્ત વ્યુ અહીંની ખાસિયત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news