ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, યુનિવર્સિટીઓને આપી ફાઇનલ પરીક્ષાઓ યોજવાની મંજૂરી
ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પરીક્ષાઓ લેવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ -19 (COVID-19) સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને ફાઇનલ પરીક્ષા આયોજીત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પરીક્ષાઓ લેવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ -19 (COVID-19) સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને ફાઇનલ પરીક્ષા આયોજીત કરી શકે છે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને લખેલા પત્રમાં, ગૃહ મંત્રાલયે આજે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા વર્ષની પરીક્ષાઓ ફરજિયાત રહેશે અને યુજીસી માર્ગદર્શિકા મુજબ લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)નું પાલન કરવું પણ ફરજિયાત રહેશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરીક્ષાઓના સંબંધમાં યુજીસી અને યુનિવર્સિટીઓના શૈક્ષણિક કેલેન્ડરની માર્ગદર્શિકા અનુસાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) અનુસાર વાર્ષિક પરીક્ષાઓ લેવી ફરજિયાત છે.'
કોરોના વાયરસ મહામારીને કાબૂમાં કરવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. દેશની યુનિવર્સિટીઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ માર્ચથી મુલતવી રાખવામાં આવી હતી.
દેશમાં અનલોક તબક્કા દરમિયાન અવરોધિત વિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં ઘણી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓનું નિયમિત સંચાલન શરૂ થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે