Shraddha Murder Case: આફતાબ પર હુમલાનો પ્રયાસ, કહ્યું-શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું

Attack on Aftab: દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો સાંજે 6.45 વાગે થયો જ્યારે આફતાબને દિલ્હી પોલીસ એફએસએલ ઓફિસ લઇને પહોંચી હતી. 

Shraddha Murder Case: આફતાબ પર હુમલાનો પ્રયાસ, કહ્યું-શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું

Delhi Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલ ટીમ આફતાબને લઇને બહાર નિકળી હતી. ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી  વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક  તાણી દીધી. 

હવાઇ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે. 

— ANI (@ANI) November 28, 2022

તલવાર લઇને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી, તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો. આ હુમલો સાંજે લગભગ 6.45 વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના 35 ટુકડા કરનારાના અમે 70 ટુકડા કરીશું. 

આ પહેલાં FSL આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news