Hijab Controversy પર કર્ણાટક હાઈકોર્ટનું મોટું પગલું, મામલો મોટી બેંચને મોકલવામાં આવ્યો

Hijab Controversy પર કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે મામલો મોટી બેંચને મોકલી આપ્યો છે. હવે મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

Hijab Controversy પર કર્ણાટક હાઈકોર્ટનું મોટું પગલું, મામલો મોટી બેંચને મોકલવામાં આવ્યો

Karnataka Hijab Controversy: કર્ણાટકમાં હિજાબનો વિવાદ વધી રહ્યો છે. આ મામલે સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે આજે મોટું પગલું ભર્યું છે. હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે મામલો મોટી બેંચને મોકલી આપ્યો છે. હવે મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેંચ કરી રહી હતી સુનાવણી
અત્યાર સુધી કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેંચ સ્કૂલ-કોલેજ કેમ્પસમાં હિજાબ વિવાદ અંગેના કેસની સુનાવણી કરી રહી હતી. બુધવારે આ મામલાને મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીને મોકલવામાં આવ્યો હતો કે આ મામલાની સુનાવણી મોટી બેંચ દ્વારા કરવામાં આવે.

'મામલાની સુનાવણી મોટી બેંચમાં થવી જોઈએ'
હિજાબ કેસની સુનાવણી કરતા જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે ચીફ જસ્ટિસનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ કેસ વ્યક્તિગત કાયદાના કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને મૂળભૂત મહત્વના કેટલાક બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે. જસ્ટિસ દીક્ષિતે આદેશમાં નોંધ્યું હતું કે વચગાળાની પ્રાર્થના પણ મોટી બેંચ સમક્ષ મૂકવી જોઈએ જે મુખ્ય ન્યાયાધીશ અવસ્થી દ્વારા તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને રચવામાં આવી શકે.

— ANI (@ANI) February 9, 2022

હિજાબ વિવાદ પર ઘણી જગ્યાએ ઉગ્ર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે મંગળવારે હિજાબ વિવાદને લઈને ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. શિવમોગાની સરકારી ડિગ્રી કોલેજમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. હિજાબ વિવાદને લઈને માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ દેખાવો જોવા મળી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news