દેશ કોરોનાની નાગચૂડમાં, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, આંકડો જાણી સ્તબ્ધ થશો

કોરોનાથી દેશમાં સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ આજે દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 38,902 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 543 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 10,77,618 પર પહોંચ્યો છે. જેમાંથી 3,73,379 એક્ટિવ કેસ છે અને 6,77,423 લોકો અત્યાર સુધી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 26,816 લોકોના જીવ ગયા છે. 

દેશ કોરોનાની નાગચૂડમાં, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, આંકડો જાણી સ્તબ્ધ થશો

નવી દિલ્હી: કોરોનાથી દેશમાં સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ આજે દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 38,902 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 543 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 10,77,618 પર પહોંચ્યો છે. જેમાંથી 3,73,379 એક્ટિવ કેસ છે અને 6,77,423 લોકો અત્યાર સુધી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 26,816 લોકોના જીવ ગયા છે. 

Total #COVID19 positive cases stand at 10,77,618 including 3,73,379 active cases, 6,77,423 cured/discharged/migrated and 26,816 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/u8im5qLQcI

— ANI (@ANI) July 19, 2020

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. જ્યાં અત્યાર સુધી કોરોનાના 300937 કેસ નોંધાયા છે જ્યારે 11596 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાથી 2403 લોકોના મૃત્યુ થયા છે અને રાજ્યમાં વાયરસના કુલ 165714 દર્દીઓ નોંધાયા છે. 

ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી છે જ્યાં કોરોનાના કુલ 121582 કેસ છે જેમાંથી જો કે 16711 જ એક્ટિવ કેસ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 3597 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં પણ ગઈ કાલે કોરોનાના એક જ દિવસ સૌથી વધુ 960 કેસ નોધાયા. રાજ્યમાં હવે કોરોનાના કુલ કેસ 47390 થયા છે. જેમાંથી 11233 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 2122 લોકોના કોરોનાથી જીવ ગયા છે. 

વિશ્વભરમાં કોરોનાના કુલ 1,44,27,731 કેસ
વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 1,44,27,731 કેસ નોંધાયા છે જેમાંથી 6,04,963 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 86,18,100 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં જોવા મળ્યાં છે. જ્યાં અત્યાર સુધીમાં 38,33,271 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. બીજા નંબરે બ્રાઝિલ છે જ્યાં 20,75,246 દર્દીઓ નોંધાયા છે. અને ત્રીજા નંબરે ભારત આવે છે. 

કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ-IMA
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ 10 લાખ પાર થઈ ગયા છે. આવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ (Community Transmission) શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

IMA હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો.વી કે મોંગાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ખતરનાક સ્થિતિ છે. સમાચાર એજન્સી એએનઆઈએ ડો.મોંગાના હવાલે કહ્યું છે કે ભારતમાં દરરોજ કોરોના વાયરસના 30 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. જે ખરેખર દેશ માટે ખુબ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. તે ખરાબ સંકેત છે. જે કોમ્યુનિટી સ્પ્રેડ થતો જોવા મળી રહ્યો છે. 

ડો.મોંગાનું આ નિવેદન ખુબ મહત્વનું છે. કારણ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત કહી રહ્યું છે કે ભારતમાં હજુ સુધી કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપર્ટ ચેલેન્જ કરી ચૂક્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. 

જુઓ LIVE TV

અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 10 લાખ 38 હજાર 716 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયેલા છે. જેમાંથી 26273 લોકોના મૃત્યુ થયા છે. કુલ કેસમાંથી 6,53,751 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

ડો. મોંગાએ કહ્યું કે હવે કોરોના વાયરસ ગામડાઓ અને કસ્બાઓમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે હાલાતને નિયંત્રિત કરવા ખુબ મુશ્કેલ થયા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં તો અમે તેને કંટ્રોલ કરી લીધો પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, ગોવા અને મધ્ય પ્રદેશના આંતરિયાળ ગામડાઓનું શું થશે?ડો. મોંગાએ એમ પણ કહ્યું કે કોરોના વાયરસ એક એવી બીમારી છે કે જે ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારોએ પૂરેપૂરી સાવધાની વર્તવી જોઈએ અને કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news