મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ
ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રીઓ પર સરકારનાં આશરે 13 કરોડ રૂપિયા બાકી છે, હાઇકોર્ટે મરી ચુકેલા મુખ્યમંત્રીઓના બાકી પૈસા તેમના પરિવાર પાસેથી વસુલવાનાં આદેશ આપ્યા છે
Trending Photos
દેહરાદુન : ઉત્તરાખંડ હાઇકોર્ટે 6 મહિનામાં ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી તેમના આવાસ અને ગાડી જેવી સુવિધાઓ માટે થયેલા ખર્ચની વસુલીના આદેશ આપ્યા છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રમેશ રંગનાથન અને રમેશ ચંદ્ર ખુલ્બેની બેંચે આ શુક્રવારે આદેશ આપ્યો છે. ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રીઓ પર સરકારનાં આશરે 13 કરોડ રૂપિયા બાકી છે. હાઇકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીને મળેલી સરકારી સુવિધાઓ પર ખર્ચ થયેલી વસુલી તેમનાં પરિવાર પાસેથી કરવાનાં આદેશો આપ્યા છે. વિજય બહુગુણા જ્યારે મુખ્યમંત્રી હતા તો તેમણે પોતાનાં માટે બંગ્લો પોતે જ ફાળવ્યો હતો. પદ છોડ્યા બાદ બહુગુણા તે જ બંગલામાં રહ્યા જે તેમણે પોતાને જ ફાળવ્યો હતો.
દેહરાદુનનાં એક NGOએ નૈનીતાલ હાઇકોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રીઓને મળતી સુવિધાઓ મુદ્દે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ 2016માં તમામ પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના બંગલો ખાલી કરી દીધા હતા અને સરકારી ગાડીને પરત કરી દીધા હતા. જો કે કોર્ટના મુખ્યમંત્રી પદથી હટ્યા બાદ આ સુવિધાઓ પર ખર્ચને વસુલવાનાં આદેશ આપ્યા હતા, જે અંગે પુર્વ મુખ્યમંત્રી સતત નકારી રહ્યા હતા.
PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે
ચુકાદો આપતા કોર્ટે ટિપ્પણી કરી કે આ વિચિત્ર પરિસ્થિતી છે જ્યારે મુખ્યમંત્રી પોતાના માટે બંગલા અને સુવિધાઓને આખુ જીવન માટે ફાળવણી કરી રહ્યા છે. આ તમામ બાબતો અસંવૈધાનિક છે. પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું કહેવું છે કે સરકારી દર પર જે પણ દેવાદારી હતી, તેને પહેલા જ જમા કરી ચુકાયા છે. હવે કોર્ટે જે પણ નિર્દેશ આપે તેનું પાલન કરવામાં આવશે.
ઉતરાખંડમાં પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી પર 37.50 લાખ રૂપિયા, વીસી ખંડુરી પર 37.50 લાખ રૂપિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા પર 47 લાખ રૂપિયા અને પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારી પર 1.12 કરોડ રૂપિયા લેણા છે. 2016માં કોર્ટનાં આદેશ બાદ આ તમામ મુખ્યમંત્રીઓએ પોતાનાં બંગ્લા ખાલીક રી દીધા હતા અને સરકારી ગાડીઓના ઉપયોગ બંધ કરી દીધા હતા. તેમ છતા તેમના પર બંગ્લો ભાડુ અને ગાડીના ખર્ચની વસુલીનાં આદેશ કોર્ટે આપ્યા હતા. કોર્ટનાં આદેશ પર ભગતસિંહ કોશ્યાએ તેમની પાસે એટલી રકમ હોવાનો શપથપત્ર દાખલ કર્યું હતું. જે કોર્ટે ફગાવી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે