શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....

નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રિમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.
શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....

નવી દિલ્હી :નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રિમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ માટે લેવાયો મોટો નિર્ણય

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તમે ક્યારેય પણ આટલા લાંબા સમય સુધી રસ્તા રોકીને બેસો તે યોગ્ય નથી. તમારે પ્રદર્શન માટે કોઈ અલગ જગ્યા પસંદ કરવી જોઈએ. જોકે, કોર્ટે આજે પ્રદર્શનકારીઓને હટાવવાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. આજે કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. 

ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રિમ કોર્ટમાં શાહીન બાગને લઈને સુનવણી થઈ હતી. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આ અરજીઓ પર સુનવણી કરશે. 

બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...

આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહિ થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનું કેવી રીતે સમાધાન નીકળી શકે છે.

હકીકતમાં, વકીલ અમિત સહાની ઉપરાંત બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તરફથી દાખલ અરજીમાં શાહીન બાગના બંધ પડેલા રસ્તાને ખોલવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત અરજી કરનારાઓએ માંગ કરી છે કે, આ સમગ્ર મામલામાં હિંસાને રોકવા માટે સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ કે હાઈકોર્ટના કોઈ હાલના જજ દ્વારા નજર રાખવામાં આવે. આ સાથે જ દિશા-નિર્દેશ જાહેર કરવાની માંગ કરાઈ છે. 

હાઈકોર્ટના આદેશ બાદ પણ શાહીન બાગનો રસ્તો ખાલી ન કરાવાતા ટોચની અદાલતમાં પહોંચેલા અમિત સહાનીએ એક સ્પેશિયલ લિવ પિટીશન દાખલ કરી હતી. આ અરજીમાં મુખ્ય રીતે કહેવાયું હતું કે, કોઈ પણ નાગરિકનું પ્રદર્શન કરવું તે તેનો મૌલિક અધિકાર છે અને લોકતાંત્રિક વ્યવસ્થામાં તેને ના પાડવામાં આવી શકાતુ નથી. પરંતુ પ્રદર્શનકારીઓને એ અધિકાર બિલકુલ પણ નથી કે, તેઓ પોતાની મરજી મુજબ જગ્યા પર પ્રદર્શન કરે. જેને કારણે લાખો લોકોનું જનજીવન પ્રભાવિત થાય. આવા કોઈ પ્રદર્શનથી સામાન્ય લોકોને રસ્તા પરથી પસાર થવાના અધિકારને અસર કરી શકાતુ નથી. આવા કોઈ પણ પ્રદર્શનને અનિશ્ચિતકાળ સુધી ચાલુ રાખવાની પરમિશન પણ આપી શકાતી નથી. જેથી,
સુપ્રિમ કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે કે, જનમાનસને થઈ રહેલી આ પરિસ્થિતિમાંથી છૂટકારો અપાવવા માટે ન માત્ર દિલ્હી પોલીસ, પરંતુ ભારત સરકાર અને દિલ્હી પોલીસને સૂચના જાહેર કરવામાં આવે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news