આ 10 રાજ્યના 30 શહેર બન્યા દેશ માટે પડકાર, અહીં ઝડપી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ

દેશના 10 રાજ્યના 30 નગર નિગમ, જિલ્લા, શહેર કોરોનાને લઇને દેશ માટે પડકાર બન્યા છે. આ વિસ્તારમાં દેશમાં સૌથી ઝડપી કોરોના સંક્રમણના કેસ ફેલાઈ રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 80 ટકા કોરોના સંક્રમણના કેસ આ 30 શહેરોમાં નોંધાયા છે.
આ 10 રાજ્યના 30 શહેર બન્યા દેશ માટે પડકાર, અહીં ઝડપી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ

નવી દિલ્હી: દેશના 10 રાજ્યના 30 નગર નિગમ, જિલ્લા, શહેર કોરોનાને લઇને દેશ માટે પડકાર બન્યા છે. આ વિસ્તારમાં દેશમાં સૌથી ઝડપી કોરોના સંક્રમણના કેસ ફેલાઈ રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 80 ટકા કોરોના સંક્રમણના કેસ આ 30 શહેરોમાં નોંધાયા છે.

દેશમાં કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેરી સંસ્થાઓના અધિકારીઓ સાથે શનિવારના હેલ્થ સેક્રેટરીએ બેઠક કરી હી. બેઠકમાં સંક્રમણને રોકવાને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રીતી સુદન ઉપરાંત આ 30 શહેરી સંસ્થાઓના કમિશ્નર, જિલ્લા કલેક્ટર અને સંબંધિત રાજ્યોના પ્રિન્સિપલ સેક્રેટરી સામેલ હતા.

દેશમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત 30 નગર નિગમ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિસામાં છે. બેઠકમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં સંક્રમણની સ્થિતિ શું છે, તેને લઇને પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું. સાથે જ હાઇ રિસ્ક ફેક્ટર કયા કયા છે, તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news