Coronavirus: દેશને કોરોનાના ભરડામાંથી બહાર કેવી રીતે કાઢવો? આજે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કર્યો હોય પરંતુ બગડતી સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM) સાથે કરવામાં આવશે.
AIIMS માં માત્ર ઈમરજન્સી સર્જરી
કોરોના વયારસે દેશની હેલ્થ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હોસ્પિટલ પહોંચનારા દર્દીઓનો આંકડો દરરોજ વધી રહ્યો છે. એકલા દિલ્હીની વાત કરીએ તો 19 નવેમ્બર બાદ રાજધાનીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7437 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. દિલ્હી એમ્સમાં 10 એપ્રિલથી માત્ર ઈમરજન્સી સર્જરી જ કરવામાં આવશે.
Union Health Minister Dr Harsh Vardhan to chair the 24th meeting of the High-level Group of Ministers (GoM) on #COVID19 & the status of preparedness tomorrow.
(File photo) pic.twitter.com/YjFE2zPlho
— ANI (@ANI) April 8, 2021
વધુ બેદરકાર થયા લોકો
કોરોના મહામારીની બેકાબૂ થતી ગતિ પાછળ લોકોની બેદરકારી જવાબદારી બની છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ વાત સ્વીકારી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકો પહેલાની અપેક્ષાએ વધુ બેદરકાર બન્યા છે અને મોટાભાગના રાજ્યોમાં પ્રશાસન પણ સુસ્ત જોવા મળી રહ્યું છે. આવામાં કોરોનાના કેસમાં અચાનક વધારો મુશ્કેલી પેદા કરી રહ્યો છે. આ પ્રસારને રોકવા માટે ફરીથી યુદ્ધસ્તરે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ તમામ પડકારો છતાં દેશ પાસે પહેલા કરતા વધુ સારો અનુભવ અને વધુ સારા સંસાધન ઉપલબ્ધ છે.
સતત વધી રહ્યો છે આંકડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1.26 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 684 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચ્યો અને કુલ મૃત્યુનો આંકડો 1,66,862 થયો. સંક્રમણને રોકવા માટે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે