માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું... તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ

વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી

માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું... તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ

ઝી મીડિયા/બ્યૂરો :આ વાત અનેક લોકોને અજીબ લાગી શકે છે કે, ગણેશજી ( Ganesh ) ના પુરુષ રૂપ ઉપરાંત તેમના સ્ત્રી રૂપની પણ પૂજા થાય છે. અર્ધનારેશ્વરમાં માનનારા સનાતન પરંપરાની મહિમા અલગ છે. અહી શિવની પૂજા પણ થાય છે અને તેમની શક્તિની પણ. આ વિષ્ણુનો મહિમા અવતાર છે, તો ગણેશજીનો પણ સ્ત્રી અવતાર છે. ગણપતિ બાપ્પાના સ્ત્રી રૂપને ગણેશી, વિનાયીકી વગેરે નામોથી દેશભરમાં પૂજવામાં આવે છે. બહુ ઓછા લોકો સ્ત્રી ગણેશની તસવીર વિશે પણ જાણતા હશે. ભારત ભૂમિમાં રહેતા તમામ ધર્મ પંથોમાં શક્તિની પૂજા મહત્વની રહી છે. તેથી અહીં લગભગ દરેક દેવતાના સ્ત્રી સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે. સ્ત્રી ગણેશ એટલે કે, વિનાયિકી મૂર્તિ દેશભરમાં અનેક સ્થળોએ મળે છે. અનેક મંદિરોમાં તેના દર્શન કરવા મળે છે. 

વિનાયકીને ગણેશી, ગજાનંદી, વિધ્નેશ્વરી, ગણેશની, ગજાનની, ગજરુપા, રિદ્ધીસી, સ્ત્રી ગણેશ અને પિતાંબરી જેવા અનેક નામોથી અલગ અળગ ગ્રંથોમાં લખવામાં આવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે, માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ વિનાયિકીની પૂજા થાય છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં વિનાયકીને એક અલગ દેવી તરીકે માનવામાં આવે છે. તેમની મૂર્તિઓનું સ્વરૂપ ગણેશજી જેવું જ હોય છે. મતલબ કે, માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું હોય છે. વિનાયિકીજીને અનેક જગ્યાએ 64 યોગિનીઓમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.  

સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક

વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી. એવુ માનવામાં આવે છે કે, મંદિર બનાવીને વિનાયિકીની પૂજા કરવાનું ગુપ્ત કાળમાં એટલે કે ત્રીજી ચોથી શતાબ્દીમાં શરૂ થયું હતું. 

મગધ સામ્રાજ્યમાં કેન્દ્ર એટલે કે બિહારથી દસમી સદીની વિનાયિકીની એક મૂર્તિ મળી હતી. મધ્ય પ્રદેશના ભેડાઘાટમાં સુપ્રસિદ્ધ 64 યોગિની મંદિરમાં પણ 41માં નંબરની મૂર્તિ વિનાયિકીની છે. 64 યોગિનીઓમાં સામેલ હોવાનો મતલબ છે કે, તંત્ર વિદ્યાના પૂજક પણ તેમની પૂજા કરતા હતા. કેરળમાં ચેરિયાનદના મંદિરમાં પણ વિનાયિકીની મૂર્તિ છે, જે લાકડાની છે. 

પૂણેથી 45 કિલોમીટર દૂર પહાડી પર બનેલ ભૂલેશ્વર મંદિરમાં પણ વિનાયિકીની પ્રતિમા છે, જે 13મી શતાબ્દીની છે. દૂરદૂરથી ભક્ત તેના દર્શન કરવા જાય છે. બૌદ્ધ ધર્મના લોકો તેને સિદ્ધિ કહે છે, તો અનેક ગ્રંથોમાં વિનાયિકીની ઈશાનની દીકરી કહેવામાં આવ્યા છે. ઈશાન પ્રભુને શિવના અવતાર કહેવાય છે. એવું નથી કે, માત્ર તમામ મંદિરોમાં વિનાયીકીની મૂર્તિ મળે છે. દેશભરમાં તમામ એવા પંથ અને મંદિર છે, જ્યાં સદીઓથી ગણેશજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news