હાથરસ પર 'ફિક્સ' હતો કોંગ્રેસનો હંગામો! વાયરલ ઓડિયો ક્લિપે ઉઘાડો પાડ્યો ચહેરો
આખા દેશને હચમચાવી દેનાર હાથરસ રેપ કેસ (Hathras Rape Case) પર પણ કોંગ્રેસ (Congress) રાજકારણ રમી રહી છે. કોંગ્રેસ ના ફક્ત પોલીસ તપાસમાં વિઘ્ન ઉભું કરી રહી છે.
Trending Photos
હાથરસ: આખા દેશને હચમચાવી દેનાર હાથરસ રેપ કેસ (Hathras Rape Case) પર પણ કોંગ્રેસ (Congress) રાજકારણ રમી રહી છે. કોંગ્રેસ ના ફક્ત પોલીસ તપાસમાં વિઘ્ન ઉભું કરી રહી છે, પરંતુ તેના પર પીડિત પક્ષને ઉશ્કેરવાનો આરોપ પણ આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી બે ઓડિયો ક્લિપએ કોંગ્રેસ પાર્ટીનો અસલી ચહેરો ફરી એકવાર બધાની સામે આવી ગયો છે.
ગુરૂવારના હાથરસથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જિલ્લાના ડીએમ પીડિત પરિવારને ધમકી આપતા દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વીડિયોમાં પીડિત પરિવાર પાસેથી તેમનું નિવેદન બદલવાનું કહેતા જોવા મળી રહ્યાં છે. જોકે, વીડિયો વાયરલ થવા પર તેમનાથી જ્યારે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે વીડિયોને પણ ખોટો ગણાવ્યો અને કહ્યું કે, તે માત્ર પીડિત પરિવારની હાલચાલ પૂછવા ગયા હતા.
યોગી સરકારની મોટી કાર્યવાહી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (Yogi Adityanath) સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પોતે ગુનેગારોને જલદીથી જલદી ભવિષ્ય માટે ઉદાહરણ રજૂ કરવાનો દંડ ફટ કારવાની વાત કરી છે. ત્યારે પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર હાલના SP, DSP, ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
વળતરની રકમનો ઉલ્લેખ
વાયરલ ઓડિયો ક્લિપમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંક ગાંધી (Priyanka Gandhi)નો ઉલ્લેખ છે. તેમાં 25 લાખ જગ્યાએ 50 લાખ રૂપિયા વળતરની વાત કહેવામાં આવી રહી છે. આ ઓડિયો ટેપમાં કોઇ પીડિતાના પરિજનોને કહી રહ્યું છે કે રાહુલ અને પ્રિયંક ગાંધી આવ્યા જ નિવેદન આપવાનું છે. બંને નેતા દિલ્હીથી આવી રહ્યા છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે 25 લાખ રૂપિયામાં નિર્ણય લેશો નહી, 50 લાખ રૂપિયા અમે આપીશું. જોકે ZEE NEWS આ ઓડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
કોણ કરી રહ્યું છે નિર્દેશિત?
આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ આ સવાલ ઉભો થયો છે કે શું હંગામો સમજી વિચારીને કરવામાં આવ્યો, શું આ હંગામાની પટકથા કોંગ્રેસે જ લખી જ હતી? શું કોંગ્રેસનું રાજકારણ આટલું નીચે પડી ગયું છે? અને જો એવું નથી તો પછી તે કોણ છે જે પીડિતાના પરિવારને નિર્દેશિત કરી રહ્યું છે. તે કોણ છે જે પીડિતાના પરિવારને ફક્ત પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે વાત કરવા માટે કહી રહ્યું છે.
એકદમથી આક્રમક થઇ કોંગ્રેસ
આ ઓડિયોના ખુલાસાથે એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે સંવેદનશીલ કેસમાં પણ રાજકીય રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાથરસ કેસમાં કોંગ્રેસ એકદમથી આક્રમક થઇ ગઇ છે. સ્થિતિની ગંભીરતાને સમજવા છતાં પાર્ટી નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા માટે અડગ રહ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોલીસને હાથરસ જતાં અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસની સાથે ઝપાઝપીમાં રાહુલ ગાંધી જમીન પર પડી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે