Hathras Case: ADG પ્રશાંત કુમાર બોલ્યા- યુવતીનો બળાત્કાર નથી થયો, ગળામાં ઈજાને કારણે થયું મોત
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યુ કે, ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે મહિલાની સાથે બળાત્કાર થયો નથી. તેમણે તે પણ કહ્યું કે, પરિવાજનોની હાજરીમાં યુવતીના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા.
Trending Photos
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતીની સાથે કથિર બળાત્કાર મામલામાં પોલીસ આરોપોથી ઘેરાયેલી છે. મંગળવારે એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં પુષ્ટી કરી કે યુવતીની સાથે બળાત્કારની ઘટના થઈ નથી. તેનું મોત ગળામાં ઈજા થવા અને તેના કારણે ટ્રોમાને લીધે થયું છે.
આ વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે, યુવતીનું પોસ્ટમોર્ટમ દિલ્હીમાં કરાવીને તેના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા. પીએમ રિપોર્ટમાં જે મૃત્યુનું કારણ આવ્યું છે, તે ગળામાં ઈજાને કારણે અને તેના કારણે જે ટ્રોમા થાય છે તે જણાવવામાં આવ્યું છે. આ સિવાય ફોરેન્સિક લેબ પ્રમાણે, જે સેમ્પલ ભેગા કરવામાં આવ્યા છે, તેમાં કોઈ પ્રકારનું સ્પર્મ આવ્યું નથી.
The FSL report has make it clear that the woman was not raped: UP Additional Director General of Police (Law and Order) Prashant Kumar on Hathras case pic.twitter.com/lEyAWi3jIA
— ANI UP (@ANINewsUP) October 1, 2020
એડીજીએ કહ્યુ કે, તેનાથી સ્પષ્ટ થાય છે કે જાતિય તણાવ ઉભો કરવા માટે આ પ્રકારની વસ્તુ ફેલાવવામાં આવી છે. પોલીસે તત્કાલ અને ત્વરીત કાર્યવાહી કરી. તેવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે જે જાતિય હિંસા ભડકાવવા ઈચ્છે છે અને જવાબદાર અધિકારીઓના કહેવા છતાં પોતાની રીતે તથ્યોના આધાર પર મીડિયાને ગેરમાર્ગે દોરવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે