હાથરસ કેસ: આરોપીઓએ SPને લખ્યો પત્ર, ખોટા કેસમાં ફસાવ્યા હોવાની આપી દલીલ
Trending Photos
નવી દિલ્હી: હાથરસ કેસ (Hathras Case) માં આરોપીઓએ SPને પત્ર લખ્યો છે. પત્રમાં ખોટા કેસમાં ફસાવ્યા હોવાની દલીલ આપી છે. આરોપી સંદીપ, રામુ, લવકુશ અને રવિએ પત્ર લખ્યો છે. આરોપીઓએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે. મુખ્ય આરોપી સંદીપે પત્રમાં સમગ્ર વારદાતનો ઘટનાક્રમ જણાવ્યો છે. આરોપીનું કહેવું છે કે તેની પીડિતા સાથે ઓળખ હતી અને ફોન પર વાતચીત થતી હતી. મુખ્ય આરોપી સંદીપે જણાવ્યું કે આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા રવિ અને રામુ તેના પરિવાર સાથે સબંધ ધરાવે છે અને તેના કાકા છે.
મુખ્ય આરોપીએ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે તેની પીડિતા સાથે મિત્રતા હતી, જેના પર તેના પરિવારને વાંધો હતો. ઘટનાવાળા દિવસ અંગે આરોપીનું કહેવું છે કે તે તે દિવસે પીડિતાને મળવા માટે ખેતરે ગયો હતો પરંતુ ત્યારબાદ તે પીડિતાના કહેવા પર ઘરે પાછો ફર્યો હતો અને પિતા સાથે પશુઓને પાણી પીવડાવી રહ્યો હતો. મુખ્ય આરોપી સંદીપે પોતાના પત્રમાં પીડિતાના ભાઈ અને તેની માતા પર પીડિતા સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ બધા વચ્ચે યોગી સરકારે હાથરસ મામલે નોડલ અધિકારીની નિમણૂંક કરી દીધી છે. ડીઆઈજી શલભ માથુર અને અલીગઢ રેન્જના એડીજી રાજીવ કૃષ્ણને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ડીઆઈજી શલભ માથુર ચંદપા પોલીસ સ્ટેશનની ગતિવિધિઓ પર નજર રાખશે. રાજીવ કૃષ્ણ પર અલીગઢ રેન્જના તમામ જિલ્લાઓમાં કાયદા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે