G-20 સંમેલન માટે રાખેલા ફુલોના પોટ્સની ચોરી, લાખો રૂપિયાની કારથી આવ્યા ચોર, જુઓ Video

એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિપ ગુરૂગ્રામના શંકર ચોકની છે. આ ક્લિપમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એક બાદ એક ફુલના પોટ્સ ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે. 
 

G-20 સંમેલન માટે રાખેલા ફુલોના પોટ્સની ચોરી, લાખો રૂપિયાની કારથી આવ્યા ચોર, જુઓ Video

ગુરૂગ્રામઃ હરિયાણાના ગુરૂગ્રામમાં G-20 સંમેલનને લઈને સુંદરતા વધારવા માટે લગાવેલા ફુલોના પોટ્સની ચોરી થઈ છે. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિક ગુરૂગ્રામના શંકર ચોકનો છે. આ ક્લિકમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એકબાદ એક ફુલ પોટ્સને ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર વીઆઈપી નંબર પ્લેટવાળી છે, જેની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે. 

ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઈઓ એસકે ચહલે આ મામલે કાર્યવાહી કરવાનું કહ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે કહ્યું, 'આ (વાઈરલ વીડિયો) અમારા ધ્યાન પર આવ્યો છે. આરોપીઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ મામલે પગલા લેવાની માંગ કરી રહ્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 28, 2023

સોશિયલ મીડિયા પર લોકોએ કરી કોમેન્ટ
એક યૂઝર્સે લખ્યું કે આવા લોકો 40 લાખની ગાડી ખરીદી શકે છે પરંતુ છોડ માટે 40 રૂપિયાનો ખર્ચ કરતા નથી. એક અન્ય વ્યક્તિએ લખ્યું કે આમ તો આટલા પોટ્સ આ ગાડી સાથે ફ્રીમાં મળવા જોઈએ. તો ઘણા લોકો આ હરકતને લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે. તેનું કહેવું છે કે સરકારી સંપત્તિની સાથે આવું કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. 

ગુરૂગ્રામમાં 1થી 4 માર્ચ વચ્ચે જી20 મીટિંગ
મહત્વનું છે કે હરિયાણાના ગુરૂગ્રામમાં 1થી 4 માર્ચ વચ્ચે ભ્રષ્ટાચાર વિરોધી જી-20 વર્કિંગ ગ્રુપની બેઠક થવાની છે. આ કાર્યક્રમમાં 39 દેશોના પ્રતિનિધિ ભાગ લઈ શકે છે, જ્યાં તે પોતાના દેશોમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી ઉપાયોની ચર્ચા કરશે. આ દરમિયાન તેના પર વાતચીત થઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર રોકવામાં કઈ રીતે સફળ રહ્યાં. સાથે આ મામલામાં હજુ શું કરી શકાય છે. જિલ્લા કમિશનર નિશાંત કુમાર યાદવે આ જાણકારી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news