હાર્દિક પટેલે પટનામાં લગાવ્યું નીતીશની વોટબેંક પર નિશાન

ક્યારેક ગુજરાતમાં પટેલને અનામતના નામ પર નીતીશ કુમારે હાર્દિકનું સમર્થન કર્યું હતું. પરંતુ જ્યારથી નીતીશ એનડીએમાં આવી ગયા છે ત્યારથી સ્થિતિ બદલી ગઈ છે. 

 

હાર્દિક પટેલે પટનામાં લગાવ્યું નીતીશની વોટબેંક પર નિશાન

પટનાઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાજપ બાદ હવે જેડીયૂ પ્રમુખ નીતીશ કુમાર પર નિશાન સાધ્યું છે. ક્યારેક ગુજરાતમાં પટેલ અનામતના નામ પર નીતીશ કુમારે હાર્દિક પટેલનું સમર્થન કર્યું હતું. પરંતુ જ્યારથી નીતીશ કુમાર એનડીઓના ભાગ બન્યા ત્યારથી હાર્દિક નીતીશ પર પણ નિશાન સાધી રહ્યો છે. હવે તેણે નીતીશ કુમારની સૌથી મોટી વોટબેંક કુર્મી સમાજને સાધવાનો પ્રયાસ કર્યો છે. પટનામાં રેલી દરમિયાન તેણે કુર્મી સમાજને સાધવાના બહાને નીતીશ કુમાર પર હુમલો કર્યો છે. 

પટનામાં પટેલ જાગરુતતા સંમેલનને સંબોધિત કરતા હાર્દિકે નીતીશ કુમારની સરકાર પર આરોપ લગાવ્યો કે તેમણે લોકોને તેની રેલીમાં આવવાથી રોક્યા. તેણે કહ્યું, મારી રેલીમાં આવતી ગાડીઓને રોકવામાં આવી છે. શહેરની બહાર નાકાબંધી કરવામાં આવી છે. તેમછતા તમે આવ્યા તમારો આભાર. હાર્દિકે કહ્યું, તમારો અવાજ તેની સુધી પહોંચવા જોઈએ જે અમારા છે પણ અમારી સાથે નથી. 

બિહારમાં તમામ જાતિઓને સાધવા માટે હાર્દિકે પોતાનો જણાવતા કહ્યું, મારૂ નામ કુર્મી કુશવાહા ધાનુક હાર્દિક પટેલ છે. તેણે કહ્યું, મને બિહાર આવવા માટે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મને ગુજરાતની જેમ જોશ બિહારમાં પણ જોવા મળ્યો છે. બિહારમાં કુર્મી સમાજ એકત્રીત ન થાય તે માટે તેને કઈ રીતે વહેંચવામાં આવ્યો છે. તેને આપણે જાણીએ છીએ. 

હાર્દિકે કહ્યું, બિહાર પછાત રાજ્ય છે, તેને બદલવાની જરૂર છે. જ્યાં સુધી તમે જાગરુત નહીં થાય ત્યાં સુધી તમારો ઉપયોગ કરતા રહેશે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા હાર્દિકે કહ્યું, સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ કરવાની વાત કરવામાં આવી હતી, પણ શું થયું. રોજગારના મુદ્દે પણ તેણે સરકાર પર પ્રહાર કર્યા. 

હું કોઈનો વિરોધ કરવા આવ્યો નથી. હું જાણું છું કે, અમારી વાતો સાંભળવામાં આવશે નહીં. અમે બંન્ને સાથે ચાલ્યા. તેણે રસ્તો બદલી નાખ્યો અમે શું કરીએ. અમે ક્યાં વિરોધ કર્યો. કુર્મી, કુશવાહા અને ધાનુક એક થઈ જાય તો કોઈ કંઈ ન કરી શકે. ચહેરાના નામ પર લડાઈ છે. તેણે કહ્યું, આગામી બે વર્ષની અંદર ગાંધી મેદાનમાં 10 લાખ કુર્મીઓને ભેગા કરવાના છે. જેને જે કરવું હોય તે કરી લે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news