હાથરસ મામલે ગુનેગારોને ફાંસી પર લટકાવો અને એવી સજા આપો કે...: કેજરીવાલ
દિલ્હીના રસ્તા પર ફરી એકવાર 2012 જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાથરસ મામલે દિલ્હીના જંતર મંતર પર શુક્રવાર (2 ઓક્ટોબર)ની સાંજે હજારો લોકો પ્રદર્શન કરવા આવ્યા. આ પ્રોટેસ્ટમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ સામેલ થયા
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના રસ્તા પર ફરી એકવાર 2012 જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાથરસ મામલે દિલ્હીના જંતર મંતર પર શુક્રવાર (2 ઓક્ટોબર)ની સાંજે હજારો લોકો પ્રદર્શન કરવા આવ્યા. આ પ્રોટેસ્ટમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ સામેલ થયા. તે દરમિયાન તેમણે હાથરસ મામલે ગુનેગારોને ફાંસીની માંગ કરી છે.
કેજરીવાલે કહ્યું, અમે દુ:ખના સમયમાં અહીં ભેગા થયા છીએ, ઈશ્વરથી પ્રાર્થના છે કે તે આપણી દીકરીની આત્માને શાંતિ આપે. તેમણે કહ્યું પીડિતાના પરિવારને આ સમયે સહાનુભૂતિ અને સહાયતાની જરૂરિયાત છે. તેમના પરિવારજનોને હેરાન કરવામાં આવે નહીં.
કેજરીવાલે કહ્યું, એવો કાયદો બનાવવો જોઇએ જેથી આપણી વહુ અને દીકરીઓ સુરક્ષિત અનુભવ કરે. આવી ઘટના ક્યાંય પણ થવી જોઇ નહીં. મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. જંતર મંતર પર કેજરીવાલ ઉપરાંત ઘણા વિપક્ષી દળોએ પ્રદર્શન કર્યું.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, ઉત્તર પ્રદેશ સરકારથી હાથ જોડીને વિનંતી છે કે જે ગુનેગાર છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમને જલદીથી જલદી ફાંસી આપવામાં આવે. આટલી કડક સજા મળવી જોઇએ કે, ભવિષ્યમાં કોઇ આ પ્રકારની હિંમત ના કરી શકે. દિલ્હીના મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, એક સવાલ ઉઠી રહ્યો છે કે, હાથરસ મામલે ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે એવું ન થવું જોઇએ. આ મામલે કોઇપણ પ્રકારનું રાજકારણ થવું જોઇએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે