જ્ઞાનવાપી પર મોટા સમાચાર, પ્રાચીન મંદિરની પુષ્ટિ, ASI રિપોર્ટના આધારે હિન્દુ પક્ષે કર્યો દાવો
વારાણસીથી જ્ઞાનવાપી પર મોટા સમાચાર છે. ASI રિપોર્ટને ટાંકીને હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો છે કે જ્ઞાનવાપીના પ્રાચીન મંદિરના સ્તંભોની પુષ્ટિ થઈ ગઈ છે.
Trending Photos
વારાણસીઃ જ્ઞાનવાપીમાં થયેલા એએસઆઈ સર્વેનો 839 પેજના રિપોર્ટની કોપી હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનને મળી ગઈ છે. આ રિપોર્ટના આધાર પર હિન્દુ પક્ષે દાવો કર્યો કે જ્ઞાનવાપી પરિસરમાં પ્રાચીન મંદિરના સ્તંભની પુષ્ટિ થઈ છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ASI રિપોર્ટનો હવાલો આપતા કહ્યું- ASI એ કહ્યું છે કે વર્તમાન માળખાના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર હતું. આ એએસઆઈનું નિર્ણાયક નિષ્કર્ષ છે.
મંદિર હોવાના 32 પૂરાવા મળ્યા
વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો કે એએસઆઈના રિપોર્ટ પ્રમાણે જ્ઞાનવાપીમાં 32 એવી જગ્યા છે જ્યાં પ્રાચીન મંદિરના સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રાચીન મંદિરનો ભાગ હતા. ઉપરાંત, ભોંયરા S-2 માં હિંદુ દેવી-દેવતાઓની રચનાઓ મળી આવી છે. સર્વેના રિપોર્ટ પ્રમાણે મસ્જિદ પહેલા ત્યાં મંદિર હતું, મંદિરને 17મી સદીમાં કોડવામાં આવ્યું હતું. ASIને દેવનાગરી, તેલુગુ અને કન્નડ શિલાલેખ મળ્યા છે.
#WATCH वाराणसी, उत्तर प्रदेश: हिंदू पक्ष का प्रतिनिधित्व कर रहे वकील विष्णु शंकर जैन ज्ञानवापी मामले पर जानकारी दे रहे हैं।
विष्णु शंकर जैन ने कहा, "ASI ने कहा है कि मौजूदा ढांचे के निर्माण से पहले वहां एक बड़ा हिंदू मंदिर मौजूद था। यह ASI का निर्णायक निष्कर्ष है..." pic.twitter.com/yu4LTKHkBY
— ANI_HindiNews (@AHindinews) January 25, 2024
જનાર્દન, રૂદ્ર અને ઉમેશ્વર દેવતાઓના નામ મળ્યા
વિષ્ણુ શંકર જૈને કહ્યું- એએસઆઈએ કહ્યું કે ત્યાં ઘણા શિલાલેખ છે, જ્યાં પહ પહેલાથી રહેલા મંદિરના હતા. જે પહેલા હિન્દુ મંદિર હતું તેના શિલાલેખનો પુનઃઉપયોગ કરી આ મસ્જિદ બનાવવામાં આવી હતી. શિલાલેખોમાં જનાર્દન, રૂદ્ર અને ઉમેશ્વર જેવા દેવતાઓના ત્રણ નામ મળે છે.
જિલ્લા કોર્ટના પાછલા વર્ષના 21 જુલાઈના આદેશ બાદ એએસઆઈએ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત જ્ઞાનવાપી પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું હતું, જેથી તે નક્કી કરી શકાય કે મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરની પહેલાથી રહેલી સંરચના પર કરવામાં આવ્યું કે નહીં. હિન્દુ અરજીકર્તાએ દાવો કર્યો હતો કે 17મી સદીમાં મસ્જિદના નિર્માણ પહેલા ત્યાં હિન્દુ મંદિર હતું, ત્યારબાદ કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. એએસઆઈએ 18 ડિસેમ્બરે સીલબંધ કવરમાં પોતાના સર્વેનો રિપોર્ટ કોર્ટને સોંપી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે