જ્ઞાનવાપી કેસઃ શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કોર્ટે નકારી, હિન્દુ પક્ષને ઝટકો

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસની માંગ જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેષની કોર્ટે નકારી દીધી છે. તપાસની માંગ હિન્દુ પક્ષે કરી હતી. 

જ્ઞાનવાપી કેસઃ શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કોર્ટે નકારી, હિન્દુ પક્ષને ઝટકો

વારાણસીઃ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસની માંગ નકારી દેવામાં આવી છે. શુક્રવારે જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેસની અદાલતમાં આ મામલા પર સુનાવણી થઈ હતી. મંગળવારે મુસ્લિમ પક્ષ તરફથી વિરોધ દાખલ કરવા અને તેના પર ચર્ચા બાદ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. 

શ્રૃગાંરગૌરી સહિત અન્ય વિગ્રહોના પૂજાના અધિકાર વાદ પર સુનાવણી દરમિયાન થયેલા સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગ જેવી આકૃતિ મળી હતી. તેની કાર્બન ડેટિંગ સહિત અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરાવવા માટે હિન્દુ પક્ષના પાંચમાંથી ચાર વાદીઓ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હરિશંકર જૈન તથા વિષ્ણુ શંકર જૈન તરફથી પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું. 

મુસ્લિમ પક્ષે કાર્બન ડેટિંગ તપાસ પર દાખલ વિવાદ પર મુખ્ય રૂપથી બે બિંદુઓ પર વિરોધ દાખલ કર્યો હતો. પહેલો વિરોધ તેના મૂળવાદને લઈને છે. તેનું કહેવું છે કે આ મામલો મૂળ વાદ સંબંધિત નથી. બીજો જેને શિવલિંગ ગણાવવામાં આવી રહ્યું છે, તે વઝુખાનામાં છે અને તેને સુપ્રીમ કોર્ટના આદેશ પર સીલ કરી દેવામાં આવ્યું છે. 

હિન્દુ પક્ષના પ્રાર્થના પત્રનો વિરોધ કરતા મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે કોર્ટ કમીશન કાર્યવાહીમાં મળેલ શિવલિંજ જેવી આકૃતિના સંબંધમાં કોર્ટમાં દાખલ કાર્યવાહી રિપોર્ટના વિરોધમાં પણ અરજી દાખલ છે. જ્યાં સુધી આ કમીશન રિપોર્ટના ગુણદોષના આધાર પર નિરાકરણ ન થઈ જાય ત્યાં સુધી કોઈ વૈજ્ઞાનિક સર્વેક્ષણ ન થઈ શકે. 

મુસ્લિમ પક્ષના વાંધાના જવાબમાં વાદી એડવોકેટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના રક્ષણનો આદેશ શિવલિંગના આકારના સંદર્ભમાં નહીં પણ વિસ્તારના સંદર્ભમાં છે. કારણ કે એક વિષયની અલગ-અલગ વ્યાખ્યા કરવામાં આવી રહી છે તેથી તે સ્પષ્ટ થવુ જરૂરી છે. તેથી વૈજ્ઞાનિક સર્વેક્ષણ હોવું જરૂરી છે. તેથી વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવું એકદમ જરૂરી છે. વાદીના એડવોકેટે કોર્ટને મુસ્લિમ પક્ષના વાંધાને નકારી કાઢવા અને વૈજ્ઞાનિક તપાસનો આદેશ આપવા વિનંતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news