ભારતીય વિદ્યાર્થીએ 21 મી સદીની અનોખી શોધ કરી ચર્ચામાં આવ્યો, બનાવ્યું બેસીને ઉડી શકાય તેવું ડ્રોન
Human Carrying Drone Video : મધ્ય પ્રદેશના વિદ્યાર્થીની કમાલ... 12માં ધોરણના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડ્રોન... ડ્રોન પર બેસીને ભરી શકાશે ઉડાન
Trending Photos
Medhansh Trivedi Innovates Human-Carrying Drone : મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક વિદ્યાર્થીએ કમાલનું આવિષ્કાર કરી બતાવ્યું છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અનોખું મિની ડ્રોન બનાવ્યું છે જેના પર બેસીને વ્યક્તિ ઉડાન પણ ભરી શકે છે. મધ્ય પ્રદેશના વિદ્યાર્થીએ એવી કમાલ કરી કે આખા દેશમાં નામ ચર્ચામા આવ્યું. 12માં ધોરણના વિદ્યાર્થીએ અનોખું ડ્રોન બનાવ્યું છે. ડ્રોન પર બેસીને ભરી શકાશે ઉડાન કેવી રહેશે મિની ડ્રોન ટેક્સીની સવારી જુઓ.
ટેકનોલોજીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ટેકનોલોજી વિના હવે આધુનિક મનુષ્યની કલ્પના કરવી પણ શક્ય નથી આવામાં મધ્ય પ્રદેશના એક વિદ્યાર્થીએ અદભુત આવિષ્કાર કરી બતાવ્યું છે. વીડિયોમાં તમે હેલમેટ પહેલી વ્યક્તિને ડ્રોન ઉડાડતાં જોઈ શકો છો. એક નજરમાં હોઈ શકે કે આ દ્રશ્ય તમને કોઈ કંપનીનો ડ્રોનનો ડેમો લાગી શકે, પરંતું તમને જાણીને આશ્ર્યર્ય થશે કે આ ડ્રોન કોઈ કંપનીએ નહીં પણ એક વિદ્યાર્થીએ બનાવ્યું છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરની સિંધિયા સ્કૂલના 12માં ધોરણમાં અભ્યાસ કરતાં મેધાંશ ત્રિવેદીએ અનોખું ડ્રોન બનાવ્યું છે જેના પર બેસીને વ્યક્તિ ઉડાન પણ ભરી શકશે..વીડિયોમાં તમે મેધાંશને ડ્રોન સાથે ઉડાન ભરતાં જોઈ શકો છો.
ડ્રોનની ખાસિયતો
- 80 કિલોનું વજનની ક્ષમતા
- સતત 6 મિનીટ સુધી હવામાં રહી શકે છે
- 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડાન
- ડ્રોનમાં 50 હોર્સ પાવરની શક્તિ
મેધાંશે 3 મહિનાની સખત મહેનત બાદ આ ડ્રોન બનાવ્યું છે. આ ડ્રોન બનાવવામાં સાડા ત્રણ લાખનો ખર્ચ થયો છે. આ ડ્રોનને MLDT 01 નામ આપ્યું છે. ચીનમાં બનેલા એક ડ્રોનને જોઈને મેધાંશને ડ્રોન બનાવવવાની પ્રેરણા મળી અને શાળાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેણે આ અદભુત આવિષ્કાર કરી બતાવ્યું.
બેફામ કાર ચલાવનાર નબીરા પર મોટું એક્શન, રદ થયું રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ
ડ્રોનની ખાસિયતોની વાત કરીએ તો
- આ ડ્રોન 80 કિલોનું વજન ઉપાડી શકે છે
- આ ડ્રોન સતત 6 મિનીટ સુધી હવામાં રહી શકે છે
- સ્પીડની વાત કરીએ તો આ ડ્રોન 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે
- આ ડ્રોનમાં 50 હોર્સ પાવરની શક્તિ છે
આ દુનિયાનો સૌથી સસ્તો ડ્રોન છે કે જેમાં બેસીને વ્યક્તિ ઉડાન ભરી શકે છે. શાળાના શિક્ષકો પણ મેધાંશના આવિષ્કારથી ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવા વૈજ્ઞાનિકનું અદભુત આવિષ્કાર ચર્ચામાં છે અને લોકોને યુવા વૈજ્ઞાનિકનો આ ઈનોવેટિવ આઈડિયા ખુબ પસંદ આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે