ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા

બિલ્ડિંગના કાટમાળમાં 8 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બિલ્ડિંગ ધરાશાહી થયાના સમાચાર મળતા જ અધિકારીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દીધુ હતું.

ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા

નવી દિલ્હી: ગુરૂગ્રામના ઉલાવાસ વિસ્તારમાં આજે સવારે 4 માળની બિલ્ડિંગ ધરાશાહી થઇ ગઇ છે. બિલ્ડિંગના કાટમાળમાં 8 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ ધરાશાહી થયાના સમાચાર મળતા જ અધિકારીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દીધુ હતું.

મળતી જાણકારી અનુસાર બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું. મજૂરો તેમનું કામ કરી રહ્યા હતા તે દરિયાન અચાનક આ બિલ્ડિંગ ધરાશાહી થઇ હતી. ત્યાર બાદ બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકનો બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી પોલીસે સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું.

બચાવ કાર્યમાં લાગ્યા કર્મચારી
કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢનાર કર્મચારીઓનું કહેવું છે કે અત્યાર સુધી આ વાતની જાણકારી મળી નથી કે આ ઘટના કયા કારણોસર સર્જાઇ હતી. એક અધિકારીએ જણાવ્યું કે જે જગ્યા પર આ ઘટના સર્જાઇ છે તે સાઇબર હબથી માત્ર 12 કિલોમીટર દુર છે. તેમણે જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ ગાઝિયાબાદ અને દ્વારકા બચાવ કાર્યમાં લગી છે.

દિલ્હી-એનસીઆરમાં વધી અકસ્માતોની ઘટના
ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં દિલ્હી-એનસીઆરમાં ઇમારતોનું ધરાશાહી થવાની ઘટનાઓ ચાલી રહી છે. ગ્રેટર નોઇડાના શાહબેરી વિસ્તારમાં થયેલી ઘટના બાદ આવી ઘટનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news