ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદની સજા, સેવાદાર રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય
રણજીત સિંહ હત્યા કેસ (Ranjit Singh Murder Case) માં ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઇની વિશેષ કોર્ટમાં 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા
Trending Photos
પંચકૂલા: રણજીત સિંહ હત્યા કેસ (Ranjit Singh Murder Case) માં ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઇની વિશેષ કોર્ટમાં 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઇની વિશેષ કોર્ટ (CBI Special Court) એ રણજીત સિંહની હત્યા કેસમાં રામ રહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ પર 31 લાખનો દંડ અને અન્ય 4 આરોપીઓ પર 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સેવાદારની હત્યા મામલે રામ રહીમ ઉપરાંત સબદિલ, અવતાર, જસવીર અને કૃષ્ણને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. રણજીત સિંહના પરિવારનું કહેવું છે કે, તેમણે ન્યાય માટે લાંબી લડાઈ લડી છે અને કોર્ટથી ફાંસીની સજાની અપેક્ષા રાખી હતી. જો કે, કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
રણજીત સિંહની હત્યા કેસમાં રામ રહીમ સિંહ દોષી
તમને જણાવી દઇએ કે, દોષિત ગુરમીત રામ રહીમ સિંહ પહેલાથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. 10 જુલાઈ 2002 ના રણજીત સિંહની હત્યા થઈ હતી. આ મામલે ગુરમીત રામ રહીમ સિંહને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. 3 ડિસેમ્બર 2003 ના CBI એ FIR નોંધાવી હતી.
સીબીઆઇ કોર્ટે 5 લોકોને જાહેર કર્યા દોષિત
તમને જણાવી દઇએ કે, વર્ષ 2017 માં CBI કોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 લોકોને દોતિષ જાહેર કર્યા હતા. જણાવી દઇએ કે, રણજીત સિંહની હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ સિંહ ઉપરાંત કૃષ્ણ લાલ, અવતાર, સબદિલ અને જસબીરને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
પંચકૂલામાં કલમ 144 લાગૂ
ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 આરોપીઓને સજાની જાહેરાતને કારણે પંચકૂલામાં જાન અને માલનું નુકાસન, કોઈપણ પ્રકારના તણાવ પેદા કરનાર, શાંતિ ભંગ કરવા અને રમખાણોની આશંકાઓને જોતા કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત પંચકૂલા ડિસ્ટ્રિક્ટ કોર્ટની સાથે સેક્ટર 1, 2, 5, 6 અને આસપાસના વિસ્તારોમાં પડતા નેશનલ હાઈવે પર કોઈપણ શખ્સ તલવાર (ધાર્મિક પ્રતીક કિર્પણ સિવાય), લાકડી, ડંડો, લોખંડનો સળિયો, ભાલો, છરી કે અન્ય હથિયાર સાથે કોઈપણ વ્યક્તિની અવરજવર પર સખત પ્રતિબંધ છે. ડીસીપી મોહિત હાંડાએ આ આદેશ જારી કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે