કોરોનાનાં ડરથી મહિલાએ હદ વટાવી, પોતાનાં જ બાળકને 3 વર્ષ કેદ કરીને રાખ્યું

Gurugram: ભારતમાં કોરોના ઘણા સમય પહેલાં જ ભૂતકાળ બની ગયો છે. લોકો ઘણા સમય પહેલાં જ કોરોનાકાળમાંથી બહાર આવી ગયા છે. સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. જો કે હરિયાણાનાં ગુરુગ્રામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે સાંભળીને કોઈને પણ આઘાત લાગશે. કોરોનાના ડરથી એક મહિલાએ પોતાનાં બાળકને ઘરમાં પૂરી રાખ્યું, એ પણ ત્રણ વર્ષ સુધી. બાળકનાં પિતાએ જ્યારે પોલીસ ફરિયાદ કરી, ત્યારે બાળકને કેદમાંથી મુક્તિ મળી.
 

કોરોનાનાં ડરથી મહિલાએ હદ વટાવી, પોતાનાં જ બાળકને 3 વર્ષ કેદ કરીને રાખ્યું

Gurugram: હરિયાણાનાં ગુરુગ્રામની મહિલાએ કોરોનાનાં ડરથી હદ વટાવી દીધી. આ મહિલા કોરોનાથી એટલી ડરી ગઈ હતી કે, તેણે પોતાનાં બાળકને ત્રણ વર્ષ સુધી ઘરમાં કેદ કરી રાખ્યું હતું. મહિલા પોતે પણ તેનાં 11 વર્ષનાં છોકરા સાથે ઘરમાં જ પૂરાઈ રહી. મુનમુન નામની આ મહિલા ન તો પોતે ઘરમાંથી બહાર નીકળતી હતી, કે ન તો પોતાનાં દિકરાને બહાર આવવા દેતી હતી. બાળક જ્યારે ઘરમાં પુરાયું હતું ત્યારે તેની ઉંમર 7 વર્ષ હતી, પણ જ્યારે ઘરની  બહાર નીકળ્યો ત્યારે 11 વર્ષનો હતો.

મહિલાનાં પતિની ફરિયાદ બાદ કાર્યવાહી
મહિલાની આ વિચિત્ર હરકત અને માનસિકતાથી તેનો પતિ છેવટે કંટાળ્યો અને પોલીસ ફરિયાદ કરી દીધી. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો મહિલાનાં ઘરે પહોંચી હતી. ત્યાં જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈને સ્વાસ્થ્ય કર્મીઓ પણ ચોંકી ગયા હતા. ઘરમાંથી પ્લાસ્ટિકનાં રેપરનાં ઢગ મળ્યા, વસ્તુઓ જ્યાં ત્યાં વિખરાયેલી હતી. આ જ સ્થિતિમાં બાળકે ત્રણ વર્ષ વિતાવવા પડ્યા, એ પણ પોતાની માતાનાં અજ્ઞાનને કારણે...સ્વાસ્થ્ય વિભાગે મહિલા અને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકની માનસિક હાતલ નાજુક હતી.

No description available.

મહિલા પતિને પણ ઘરમાં નહતી આવવા દેતી
મહિલા ભાગ્યે જ ક્યારેક ઘરની બહાર નીકળતી હતી. મહિલાનાં પતિનો દાવો છે કે તેમની પત્ની તેમને પણ ઘરમાં આવવા દેતી નહતી. તેથી તે પોતાની પત્ની અને દિકરા માટે જમવાનું અને અન્ય વસ્તુઓ ઘરની બહાર મૂકી દેતાં હતા. મહિલાનાં પાડોશીઓનું માનીએ તો પહેલાં તો તેમને પહેલાં એમ જ થયું હતું કે કોરોના કાળમાં મહિલાનો પરિવાર પોતાનાં વતન જતો રહ્યો છે. પણ તેમનું બાળક ન દેખાતાં તેમને શંકા ગઈ હતી, પણ કોઈએ તેનાથી આગળ કંઈ ન કર્યું. 

સ્વાસ્થ્ય વિભાગની ટીમે મહિલા અને બાળક બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે, બંનેની માનસિક સ્થિતિ સામાન્ય નથી. જેને જોતાં મનોચિકિત્સક તેમની સારવાર કરી રહ્યા છે. આ કિસ્સો ગંભીર છે. એક મહિલાએ પોતાનાં જ  બાળકને ઘરમાં કેદ કરીને તેની જિંદગીને જોખમમાં મૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news