Weather Forecast: ગાભા કાઢી નાખતી ગરમી વચ્ચે આજથી પલટાશે હવામાન, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
IMD all India Weather Forecast: ગુજરાતમાં હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે એટલે કે 27મી માર્ચના રોજ દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી શકે છે.
Trending Photos
IMD all India Weather Forecast: દેશભરના રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે એટલે કે 27મી માર્ચના રોજ દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી અપાયેલી જાણકારી મુજબ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. જેની અસરથી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત 29મી માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે વરસાદની ગતિવિધિઓમાં તીવ્રતા લઈને આવશે.
આજે આ વિસ્તારોમાં પડી શકે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે એટલે કે 27મી માર્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા જોવા મળશે. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉપર હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરાના આંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિ જોવા મળી શકે છે.
28મી માર્ચે અહીં પડશે વરસાદ!
હવામાન વિભાગ તરફથી અપાયેલી જાણકારી મુજબ 28મી માર્ચે હિમાચલ પ્રદેશમાં ભારે પવન ફૂંકાવવાની સાથે હિમવર્ષા જોવા મળી શકે છે. આ સાથે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાઈ શકે છે, વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ, હરિયાણા અને ચંડીગઢના આંતરિયાળ વિસ્તારોમાં વીજળી ચમકવાની સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે.
Intense rain/thunderstorm activity over Arunachal Pradesh and Assam & Meghalaya likely to continue today and a fresh spell of intense rainfall/thunderstorm likely from 30th March, 2024. pic.twitter.com/TeTLCXgN64
— India Meteorological Department (@Indiametdept) March 26, 2024
29 માર્ચે આ વિસ્તારોમાં બદલાશે મોસમ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 29 માર્ચે હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે. ઉત્તરાખંડમાં પણ વીજળી ચમકવાની સાથે કરા પડી શકે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લદાખ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વીજળી ચમકવાની સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ 29 માર્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે.
30 માર્ચે આ વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં કરા પડી શકે છે. હવામાન વિભાગ મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે.
31 માર્ચે પલટાશે હવામાન
ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ કરા પડી શકે છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળમાં તેજ પવન સાથે વીજળી ચમકી શકે છે અને વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસમ, મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, લદાખ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. અમદાવાદમાં તો સીઝનમાં પ્રથમવાર પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો. જો કે આગામી 48 કલાકમાં શહેરમાં હજુ પારો વધવાની શક્યતા છે. ત્યારબાદ ગરમીમાં ઘટાડો થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શહેરમાં સવારથી શરૂ થયેલા પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમના ગરમ અને સૂકા પવનો દિવસ દરમિયાન પણ ચાલુ રહ્યા. જેના કારણે તાપમાનમાં વધારો થયો. આગામી 48 કલાક દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો હજુ પણ 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા હોવાથી ગરમી યથાવત રહેશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થવાથી વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે ગરમીમાં પણ ઘટાડો થાય તેવા સંકેત હવામાન ખાતાએ આપ્યા છે.
અંબાલાલ પટેલની આગાહી
બીજી બાજુ આ વખતે હોળીકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પણ જાણવા જેવી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ અનુમાન કર્યું છે. તે દિવસે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલ થી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે