પહેલી લહેર કરતા ત્રણ ગણી તેજ છે ત્રીજી લહેર, એક દિવસ જ કોરોના એવી છલાંગ મારે છે કે....

પહેલી લહેર કરતા ત્રણ ગણી તેજ છે ત્રીજી લહેર, એક દિવસ જ કોરોના એવી છલાંગ મારે છે કે....
  • સીએમ કેજરીવાલે કહ્યું કે, દેશ માટે કોરોનાની ત્રીજી લહેર હોઈ શકે છે, પરંતુ દિલ્હીવાસીઓ માટે તો આ ચોથી લહેર છે
  • કોરોનાની ત્રીજી લહેરમાં એ અંદાજ લગાવી શકાય છે કે, અંદાજ 20 દિવસમાં જ રોજિંદા કેસનો આંકડો 80 હજારને પાર થઈ ગયો

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના લહેરની ત્રીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં ત્રણ ગણી તેજ છે. દેશમાં શુક્રવારે એક જ દિવસમાં કોવિડ 19ના 88988 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં અંદાજે 10 હજારથી વધુ કેસની છલાંગ લગાવાઈ છે. આ સપ્ટેમ્બર 2020માં પહેલીવાર થયું હતું. ગત વખતે 26 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં કોરોનાના નવા 10 હજાર કેસ વધ્યા હતા. ત્યારે આ વચ્ચે ભારતના કેટલાક શહેરોની પરિસ્થિતિ પર એક નજર કરીએ. 

સીએમ કેજરીવાલે કહ્યું કે, દેશ માટે કોરોનાની ત્રીજી લહેર હોઈ શકે છે, પરંતુ દિલ્હીવાસીઓ માટે તો આ ચોથી લહેર છે. બહુ જ તેજીથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. તે ચિંતાનો વિષય છે, પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી. ચર્ચા બાદ સીએમ કેજરીવાલે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે વેક્સીનેશન પર પણ પોતાની વાત કહી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં એ અંદાજ લગાવી શકાય છે કે, અંદાજ 20 દિવસમાં જ રોજિંદા કેસનો આંકડો 80 હજારને પાર થઈ ગયો છે. 12 માર્ચના રોજ કોરોનાના રોજિંદા કેસ માત્ર 20 હજાર રૂપિયા હતા. તેના બાદ 1 એપ્રિલના રોજ 80 હજારને પાર પહોંચી ગયા છે. આ રીતે કોરોનાની ત્રીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં ત્રણ ગણી તેજ છે. 

Total cases: 5,51,508
Total recoveries: 4,73,714
Death toll: 10,097
Active cases: 67,866

— ANI (@ANI) April 2, 2021

અલાહાબાદ હાઈકોર્ટમાં પણ વ્યવસ્થાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. માત્ર જરૂરી કેસોને જ ઓનલાઈન સાંભળવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, જો આગામી દિવસોમાં લખનઉમાં લોકડાઉનની તેજ રફ્તાર પર બ્રેક નહિ લાગે તો નાઈટ કરફ્યૂ લગાવવામાં આવી શકે છે.

પૂણે શહેરમાં ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે કોરોનાના વધતા કેસોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પૂણે શહેરમાં બાર, રેસ્ટોરન્ટ અને હોટલ 7 દિવસ માટે બંધ રહેશે. માત્ર પાર્સલ સેવા શરૂ રહેશે. શહેરના તમામ ધાર્મિક સ્થળો આગામી 7 દિવસ માટે બંધ રાખવામાં આવશે. 

— ANI (@ANI) April 2, 2021

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને, યુપી સરકારે સ્કૂલોને એક સપ્તાહ વધુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. યુપીમાં ધોરણ 1 થી 8 સુધીના તમામ ખાનગી અને સરકારી સ્કૂલ 11 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શુક્રવારે જાહેર થયેલા કોરોનાના આંકડામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં તમામ જૂના રેકોર્ડ તોડીને ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 2967 કેસ સામે આવ્યા છે. તેમાં 16ના મોત નોંધાયા છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 14 હજારથી વધુ પર પહોંચી ગઈ છે. લખનઉમાં એક દિવસમાં આવેલા 940 નવા કેસોએ જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તેમાં 9 ના મોત નિપજ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news