કાનપુરમાં અત્તર વેપારી બાદ હવે વનસ્પતિ ઘી બનાવનારાના ઘરે રેડ, જાણો નવું અપડેટ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અત્તરના વેપારી પિયુષ જૈનનાં ત્યાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી કેશ જપ્તી થયા બાદ આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ સફળતાથી ઉત્સાહિત ભારતીય એજન્સીઓની દરોડાની કાર્યવાહી સતત ચાલુ છે. આ બધા વચ્ચે કાનપુરથી જ એક મોટી ખબર એ આવી છે કે ડીજીજીઆઈની ટીમે શહેરના એક જાણીતા ખાદ્ય તેલ નિર્માતાના ઘરે પણ રેડ મારી છે. 
કાનપુરમાં અત્તર વેપારી બાદ હવે વનસ્પતિ ઘી બનાવનારાના ઘરે રેડ, જાણો નવું અપડેટ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં અત્તરના વેપારી પિયુષ જૈનનાં ત્યાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી કેશ જપ્તી થયા બાદ આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ સફળતાથી ઉત્સાહિત ભારતીય એજન્સીઓની દરોડાની કાર્યવાહી સતત ચાલુ છે. આ બધા વચ્ચે કાનપુરથી જ એક મોટી ખબર એ આવી છે કે ડીજીજીઆઈની ટીમે શહેરના એક જાણીતા ખાદ્ય તેલ નિર્માતાના ઘરે પણ રેડ મારી છે. 

કાનપુરમાં કાળા નાણાનો વધુ એક 'કુબેર'?
DGGI ની ટીમે જે ખાદ્ય તેલ નિર્માતાના આવાસ પર દરોડો પાડ્યો છે તે શહેરના સૌથી મોંઘા અને હાઈપ્રોફાઈલ વિસ્તારોમાંથી એક સિવિલ લાઈન્સમાં રહે છે. તેના ઘર બાદ ઓફિસે પણ એક ટીમ પહોંચી હતી. રેડ મારવા ગયેલી ટીમ હવે આ તમામ દસ્તાવેજોને કબ્જામાં લીધા બાદ ખરીદી અને વેચાણની ચકાસણી કરી રહી છે. 

જીએસટી ચોરીનો આરોપ
અત્રે જણાવવાનું કે GST ચોરીના મામલે આ દરોડાની કાર્યવાહી  કરાઈ છે. આ બાજુ ગત રાતે જ લખનઉ જીએસટીની ટીમ આ મોટા વેપારીના દસ્તાવેજો પોતાના કબજામાં લઈ રવાના થઈ ગઈ. નોંધનીય છે કે કાનપુરમાં કાળા નાણાના કુબેર પિયુષ જૈનના રહસ્યોનો પર્દાફાશ  થતા જ સમગ્ર યુપીમાં જમાખોરી અને ટેક્સની ચોરી કરનારાઓનું તો જાણે આવી બન્યું છે. 

આખા યુપીમાં એક જ ચર્ચા
શહેરથી લઈને સમગ્ર દેશના ખૂણે ખૂણે ફક્ત આ મામલો ચર્ચાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાક્રમને લઈને સતત મીમ્સ બની રહ્યા છે. આ બાજુ લોકોનું એમ પણ કહેવું છે કે નોટબંધી બાદ આટલું કેશ મળવું એ જણાવે છે કે સરકાર  ભલે ગમે તેટલો કડક કાયદો બનાવે પરંતુ કેટલાક વેપારીઓ નિયમો તોડીને પોતાના ભંડાર ભરવામાં જરાય સંકોચ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news