યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને સરકારે આપી મોટી રાહત, હવે ભારતમાં કરી શકશે ઈન્ટર્નશિપ

હકીતતમાં અત્યાર સુધી વિદેશોની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ કોર્ટના સમયગાળા સિવાય ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ ભારતની બહાર કરવી પડતી હતી.

યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને સરકારે આપી મોટી રાહત, હવે ભારતમાં કરી શકશે ઈન્ટર્નશિપ

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફરી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓને સરકારે મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર આ સંબંધમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસેન્સિંગ એક્ટમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જેથી યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય.

હકીતતમાં અત્યાર સુધી વિદેશોની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ કોર્ટના સમયગાળા સિવાય ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ ભારતની બહાર કરવી પડતી હતી. તેવામાં યુક્રેનથી પરત આવી રહેલા અને પૂર્વમાં ચીનથી આવેલા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 

હવે વિદેશમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ ભારત આવી પોતાની ઈન્ટર્નશિપ પૂરી કરી શકે છે. આ પહેલાં વિદેશમાં ભણી રહેલાં વિદ્યાર્થીઓએ સત્રની વચ્ચે ભારતીય મેડિકલ કોલેજો કે સંસ્થાઓમાં સામેલ કરવાની મંજૂરી નહોતી. 

— ANI (@ANI) March 5, 2022

તેને લઈને નેશનલ મેડિકલ કમીશને એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા એવા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ છે જેની આવી મજબૂર સ્થિતિને કારણે ઇન્ટર્નશિપ અધુરી છે. કોવિડ-19 મહામારી અને યુદ્ધ જેવી આપદા નિયંત્રણની બહાર છે. તેવામાં તેની પીડા અને તણાવને ધ્યાનમાં રાખતા, વિજ્યાર્થીઓ બાકી ઇન્ટર્નશિપ ભારતમાં પૂરી કરી શકે છે. 

સ્ટેટ મેડિકલ કાઉન્સિલ પણ આમ કરી શકે છે, પરંતુ ઉમેદવારે ભારતમાં ઈન્ટર્નશિપ પૂરી કરવા માટે અરજી કરતા પહેલા એફએમજીઈ ક્લિયર કર્યું હોય. મહત્વનું છે કે મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીન અને યુક્રેનથી આવેલા 25 હજાર વિદ્યાર્થીઓને એફએમજીએલ એક્ટમાં ફેરફારનો લાભ મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news