ઇલેક્ટ્રીક ગાડીઓ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, રજીસ્ટ્રેશન ફી માફ કરાઇ
જો તમે પણ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુશ ખબરી લઇને આવી રહી છે ભારત સરકાર
Trending Photos
નવી દિલ્હી : જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી છે. મોદી સરકારે ઇ વ્હીકલને ઉત્તેજન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય અનુસાર જો તમે e-vehicle ખરીદો છો તો તમારા રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે. એટલું જ નહી તમે ઇ વ્હીકલની નોંદણી ફરી વાર કરી રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન ફી પણ નહી ચુકવવી પડે.
કુમાર સ્વામીનું દર્દ છલકાયુ, હું રોજિંદી કેટલી પીડાથી પસાર થઇ રહ્યો છું, તે વર્ણવવું અશક્ય
ઇ વ્હીકલને ઉત્તેજન આપવાનો ઇરાદો
બેટરી ઓપરેટેડ વાહનો પર રજીસ્ટ્રેશન ફી રદ્દ કરવામાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માંગે છે. એવા વાહનો પર રજીસ્ટ્રેશન ચાર્જ હટાવવા મુદ્દે માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પણ ઇશ્યું કર્યું હતું. નવા નિયમ અનુસાર તમામ પ્રકારનાં ઇલેક્ટ્રીક વ્હીકલ જેવા દ્વિચક્રી, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ઇલેક્ટ્રીક અથવા બેટરી ઓપરેટેડ વાહનો ખરીદવા અંગે હવે રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે.
બિહારમાં તાવનો કાળા કેર વચ્ચે ગાયબ છે તેજસ્વી, RJD નેતા કહે છે વર્લ્ડ કપ જોવા ગયા
ઇ વ્હીકલ મુદ્દે મોટા લક્ષ્ય પણ નિશ્ચિત કર્યા.
મોદી સરકારે ટોપ એજન્ડામાં દેશમાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજીત કરવાનો છે. આ જ કારણ છે કે સરકારે ઇ વ્હીકલ મુદ્દે મોટા લક્ષ્ય પણ નિર્ધારિત હોય છે. સરકારે નિશ્ચય કર્યો કે દેશમાં 2023 સુધી થ્રી વ્હીલર અને 2025 સુધીમાં દ્વિચક્રી વાહનોનાં વેચાણ પણ નથી કરવા માંગતી.
વન નેશન વન ઇલેક્શન બેઠક પુર્ણ: કમિટીની રચના કરી તમામ પાસાનો અભ્યાસ કરાશે
આ જ કારણ છે કે મોદી સરકાર એક પછી એક આકરા નિર્ણયો લઇ રહી છે અને આ દિશામાં પગલા પણ ઉઠાવી રહી છે. હાલમાં પીએમઓએ પણ સલાહ આપી હતી કે, દેશમાં તમામ ઇલેક્ટ્રીક થ્રી વ્હીલર પર નંબર પ્લેટને ફરજીયાત કરવામાં આવવું જોઇએ. માર્ગ પરિવહન મંત્રાલયે ઇ વ્હીકલ થ્રી વ્હીલરની નંબર પ્લેટની લીલી અને સફેદ રંગની હોવા મુદ્દે આદેશ પહેલા જ ઇશ્યું કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે