J&K: આતંકીઓની નજર હવે ભારતીય વાયુસેનાના 2 એરબેઝ પર, સુરક્ષા વધારી
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, સરકારના સૂત્રો ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ જાણકારી મળી છે કે, આતંકી આ વખતે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને નિશાન બનાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકિઓની સામે સતત ચલાવવામાં આવી રહેલા અભિયાનથી ગભરાયેલા આતંકી હવે વાયુસેના એરબેઝને નિશાન બનાવી શકે છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, સરકારના સૂત્રો ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ જાણકારી મળી છે કે, આતંકી આ વખતે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને નિશાન બનાવી શકે છે. આ જાણકારી મળતા જ સુરક્ષા દળએ હાઇ એલર્ટ જાહેર કરી બંને એરબેઝની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જણાવી દઇએ કે, આતંકીઓએ પંજાબના પઠાનકોટમાં પણ ભારતીય વાયુસેના એરબેઝને નિશાન બનાવ્યું હતું. 2 જાન્યુઆરી 2016 ના પાકિસ્તાની આતંકી પઠાનકોડ એરબેઝમાં ઘૂસી ગયા હતા. કલાક સુધી ચાલેલા આ આપરેશનમાં ભારતીય સુરક્ષા દળએ 4-5 આતંકવાદીઓ માર્યા હતા. આ હુમલામાં એક નાગરીકનું મોત થયું હતું ત્યારે 7 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લધી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે