નાગરિકતા એક્ટ પર કેંદ્વ સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શકારીઓ પાસે માંગ્યા સૂચનો

નાગરિકતા એક્ટ મુદ્દે આખા દેશમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતાં પ્રદર્શનકારીઓ પાસે સૂચનો માંગ્યા છે. પ્રદર્શનકારીઓને સૂચનો પર સરકાર વિચાર કરશે. નાગરિકતા એક્ટને લઇને દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રદર્શન થયા હતા. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનના સમાચાર આવ્યા છે. 
નાગરિકતા એક્ટ પર કેંદ્વ સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શકારીઓ પાસે માંગ્યા સૂચનો

નવી દિલ્હી: નાગરિકતા એક્ટ મુદ્દે આખા દેશમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતાં પ્રદર્શનકારીઓ પાસે સૂચનો માંગ્યા છે. પ્રદર્શનકારીઓને સૂચનો પર સરકાર વિચાર કરશે. નાગરિકતા એક્ટને લઇને દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રદર્શન થયા હતા. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનના સમાચાર આવ્યા છે. 

દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદર્શન
પોલીસે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર પણ આકારી નજર રાખી રહી છે. દિલ્હીમાં પ્રદર્શનને જોતાં આજે પણ કેટલાક માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને ઘણી જગ્યાએ રૂટ્સ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જોકે આજે સવારે મેટ્રો સ્ટેશનો ખોલી દેવામાં આવ્યા હતા, પરંતુ પ્રદર્શન શરૂ થયા ચાવડી બજાર, લાલ કિલ્લા અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવામાં આવ્યા હતા. 

દિલ્હીમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ નાગરિતા એક્ટ્ના વિરોધમાં આજે ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કર્યું હતું. પોલીસે તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. દિલ્હીમાં પ્રદર્શનને જોતા ડ્રોન કેમેરા વડે નજર રાખી રહી છે. નોર્થ ઇસ્ટ દિલ્હીના 14 પોલીસ મથકોમાંથી 12માં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. હૈદ્વાબાદમાં નાગરિકતા એક્ટ વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ચારમીનારની પાસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનમાં સામેલ લોકોએ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી અને નાગરિકતા એક્ટ પરત લેવાની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news