Delhi Ordinance Bill: દિલ્હી સેવા બિલ લોકસભામાં પાસ, INDIA ગઠબંધનનું વોકઆઉટ

Delhi Ordinance Bill: દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે જોડાયેલા વટહુકમની જગ્યા લેનાર બિલના પક્ષમાં દલીલ આપતા અમિત શાહે કહ્યુ કે અમારી પાસે તેને લઈને અધિકાર છે. 

Delhi Ordinance Bill: દિલ્હી સેવા બિલ લોકસભામાં પાસ, INDIA ગઠબંધનનું વોકઆઉટ

નવી દિલ્હીઃ Delhi Ordinance Bill: દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે જોડાયેલા અધ્યાદેશની જગ્યા લેનાર બિલ ગુરૂવારે લોકસભામાં પસાર થઈ ગયું છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ પસાર થવાની સાથે વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. આ બિલ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું હતું. નોંધનીય છે કે દિલ્હી સેવા વિધેયક વર્તમાન અધ્યાદેશની જગ્યા લેશે જે દિલ્હી સરકારને મોટા ભાગની સેવાઓ પર નિયંત્રણ આપનાર સુપ્રીમ કોર્ટના આદેશને રદ્દ કરે છે. 

લોકસભામાં બિલ પર ચર્ચાનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ, ટીએમસી અને ડીએમકે સહિત અન્ય વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો હતો. 

Parliamentary Affairs Minister Pralhad Joshi moved the resolution. Speaker Om Birla sought approval of the House before announcing the decision. pic.twitter.com/jkPZeiGyTX

— ANI (@ANI) August 3, 2023

અમિત શાહે બિલના પક્ષમાં તર્ક આપતા કહ્યું કે- વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારને દિલ્હી સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે અમને બંધારણમાં પણ આ અધિકાર આપવામાં આવ્યો છે.

અમિત શાહે કહ્યુ કે પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને ડો. બીઆર આંબેડકર પણ દિલ્હીને રાજ્યનો દરરોજ આપવાના વિરોધમાં હતા. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધનને દિલ્હીની નહીં માત્ર ગઠબંધનની ચિંતા છે. તે બિલનો વિરોધ રાજનીતિ માટે કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news