ટેબલેટ બાદ હવે મોદી સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ, ફ્રીની લાલચમાં ના કરતા આ ભૂલો

free laptops: સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ફ્રી લેપટોપ આપી રહી છે. જે તદ્દન ખોટું છે. આવા કોઈપણ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં.

ટેબલેટ બાદ હવે મોદી સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ, ફ્રીની લાલચમાં ના કરતા આ ભૂલો

Government of India: સાયબર ગુનેગારો રોજેરોજ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવતા રહે છે. આ વખતે ઈન્ટરનેટ પર ભારત સરકારના નામે એક કૌભાંડ ચલાવી રહ્યાં છે. હકીકતમાં, આ કૌભાંડમાં, ગુનેગારો વપરાશકર્તાઓને કહી રહ્યા છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે. આ માટે તમારે કેટલીક વિગતો સાથે વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. આવો જાણીએ સમગ્ર મામલો.

સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ફ્રી લેપટોપ આપી રહી છે. જે તદ્દન ખોટું છે. આવા કોઈપણ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં. પીઆઈબી ફેક્ટ ચેકે આ સંદર્ભમાં વેરિફિકેશન પણ જાહેર કર્યું છે. યુઝર્સે આ કૌભાંડનો શિકાર બનવાની જરૂર નથી. કારણ કે તેનાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને સ્કેમર્સ તમારી બેંકમાંથી પૈસા પણ ઉપાડી શકે છે.

ઇન્ટરનેટ પર એક સ્કીમ ફરતી કરવામાં આવી રહી છે. તેમાં વિષય લખવામાં આવ્યો છે - પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023-24. આ નકલી પોસ્ટર PIB ફેક્ટ ચેક દ્વારા ચેક કરવામાં આવ્યું છે. પીઆઈબીએ ટ્વિટર પર પુષ્ટિ કરી છે કે મફત લેપટોપ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

આ નકલી પોસ્ટરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતના કોઈપણ રાજ્યના વિદ્યાર્થીઓ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે વિદ્યાર્થીઓને ઓફરનો લાભ લેવા માટે કેટલીક માહિતી શેર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે એક નકલી સરકારી વેબસાઈટની લિન્ક પણ અપાઈ છે.

વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે તમામ રાજ્યો માટે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના શરૂ કરી છે. બધા પાત્ર વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઇટ www.pmflsgovt.in દ્વારા મફત લેપટોપ યોજના માટે અરજી કરી શકે છે.

આ નકલી મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે સરકારે જાહેરાત કરી છે કે ધોરણ XI, XII, B.A-1st, B.A-2nd, B.A-3rd, B.A-4th, B.A-5th, અને B.A-6ઠ્ઠા સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.  આ માટે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે રજીસ્ટ્રેશન ફોર્મ પણ ભરવાનું રહેશે.

વાયરલ થયેલો આ મેસેજ અંગ્રેજીમાં છે અને તેમાં ઘણી ભૂલો છે, જેને જોઈને જ સમજી શકાય છે કે તે ફેક મેસેજ છે. આ ફેક મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સરકારે Lenovo Intel Celeron Dual Core (8GB/256 GB SSD/Windows 11) લેપટોપ આપવાનો નિર્ણય કર્યો છે. તેની રકમ બેંક ખાતામાં મોકલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news