પનામા પેપર્સ: 1140 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ મળી, 16 ભારતીયો વિરૂદ્ધ ચાલશે કેસ
પનામા પેપર્સ લીક મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેસ સામે આવ્યાના બે વર્ષ બાદ નાણા મંત્રાલયે કહ્યું કે પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકા દ્વારા ઓફશોર કંપની બનાવનાર ભારતીયોની 1,140 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ શોધી કાઢવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: પનામા પેપર્સ લીક મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેસ સામે આવ્યાના બે વર્ષ બાદ નાણા મંત્રાલયે કહ્યું કે પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકા દ્વારા ઓફશોર કંપની બનાવનાર ભારતીયોની 1,140 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ શોધી કાઢવામાં આવી છે. જોકે મોસૈક ફોનસેકા હવે બંધ થઇ ગઇ છે. સરકારે એમપણ જણાવ્યું કે આ મુદ્દે 16 ભારતીય વિભિન્ન શહેરોમાં કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે મોસૈકા ફોનસેકાના દસ્તાવેજ લીક થયા બાદ જ પનામા પેપર્સનો મામલો સામે આવ્યો હતો.
હવે આ મામલાનું વિવરણ સામે આવ્યા બાદ તપાસની સ્થિતિ વિશે ખબર પડી છે. વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતીય અધિકારીઓએ આ ઓફશોર કંપનીઓની હોલ્ડિંગ્સ અને એસેટ્સ વિશે જાણકારી આપ્યા બાદ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર પત્ર ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પનામા પેપર્સ મામલે પહેલો કેસ 9 ડિસેમ્બર 2016ના રોજ કલકત્તાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, બેંગલુરૂ અને મુંબઇમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો.
કેટલી થઇ શકે સજા
આ મામલે વધુમાં વધુ આયકર કાનૂનની કલમ 277 (ખોટા નિવેદન આપવા બાબતે) અને કલમ 276 (ટેક્સ વસૂલીથી બચવા માટે પ્રોપટી ટ્રાંસફર) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. બંને કલમોમાં કેટલાક મહિનાથી માંડીને વધુમાં વધુ બે વર્ષની જેલની જોગવાઇ છે. સમાચાર પત્રના અનુસાર પનામા પેપર્સમાં જે ભારતીયોના નામ છે જેના પર હવે કોર્ટની કાર્યવાહી ચાલી રહી છે. તેમાં બલરામ લોઢા, ભારમલ લોઢા, રાજેંદ્ર પાટીલ, અનુરાગ કેજરીવાલ અને ધવલ પટેલ સામેલ છે.
શું છે સમગ્ર કેસ
પનામા પેપર્સના નામે લીક થયેલા દસ્તાવેજને સામે લાવવામાં મુખ્ય ભૂમિકા અમેરિકા સ્થિત એક એનજીઓના રિસર્ચ પત્રકારોના આંતરરાષ્ટ્રીય મહાસંઘ (ICIJ)ની છે. આઇસીઆઇજેએ દસ્તાવેજોની ઉંડાણપૂર્વક તપાસ કરી. આઇસીઆઇજેને કોઇપણ અજ્ઞાત સૂત્રએ આ દસ્તાવેજોને ઉપલબ્ધ કરાવ્યા હતા. તપાસમાં ઘણા ફિલ્મી અને ખેલ જગતની હસ્તીઓ સહિત લગભગ 140 લોકોની સંપત્તિનો ખુલાસો થયો હતો. ભારતમાંથી પણ કેટલાક લોકોના નામનો ઉલ્લેખ પનામા પેપર્સમાં કરવામાં આવ્યો હતો.
40 વર્ષનો ડેટા
તપાસમાં જે ડેટા સામે આવ્યો હતો તે 1977થી માંડીને 2015 સુધીનો હતો. જર્મનીના એક સમાચાર પત્ર અનુસાર આ પેપરલીકથી 2.6 ટેરાબાઇટ ડેટા સામે આવ્યો છે જે લગભગ 600 ડીવીડીમાં આવી શકે છે. આ લોકોએ ટેક્સ હેવન કંટ્રીઝમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા. શૈડો કંપનીઓ, ટ્રસ્ટ અને કોર્પોરેશન બનાવ્યા અને તેના માધ્યમથી ટેક્સ બચાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે