ગોવાના આર્કબિશપે કહ્યું- લોકતંત્ર ખતરામાં છે, ભાજપે કરી ટીકા
ગોવા તથા દમણના આર્કબિશપે કહ્યું કે, માનવાધિકારો પર હુમલા થી રહ્યાં છે અને લોકતંત્ર ખતરામાં નજર આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગોવા તથા દમનના આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેર્રાઓએ વિવાદિત નિવેદન આપીને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, બંધારણ ખતરામાં છે અને ઘણા લોકો અસુરક્ષાના માહોલમાં જીવી રહ્યાં છે. આર્કબિશપના આ નિવેદનની ઘણી રાજકીય પાર્ટીઓએ ટીકા કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્મય સ્વામીએ તો ફાધરન ફિલિપને વિદેશી સરકારના પ્રતિનિધિ જણાવતા તેને દેશમાંથી કાઢવાની વાત કરી છે.
મહત્વનું છે કે મંગળવારે ગોવા તથા દમનના આર્કબિસપ ફાધર ફિલિપ નેરી ફર્રાઓએ ઈસાઈ સમુદાયને લખેલા એક પત્રમાં કહ્યું કે, બંધારણને યોગ્ય રીતે સમજવુ જોઈએ, કારણ કે, સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે. તેમણે કહ્યું કે માનવાધિકારો પર હુમલા થઈ રહ્યાં છે અને લોકતંત્ર ખતરામાં જોવા મળી રહ્યું છે.
લોકતંત્ર પર જણાવ્યો ખતરો
લેટરમાં લખવામાં આવ્યું કે, દેશમાં નવી પ્રવૃતિ જોવા મળી રહી છે, જેમાં આપણા ખાવા-પીવા, કપડા પહેરવાની સ્ટાઇલ અને પૂજા કરવાની રીત પર નજર રાખવામાં આવી રહી છે. આ એક સંકુચિત માનસિકતા છે. માનવાધિકારો પર હુમલા થઈ રહ્યાં છે અને લોકતંત્રને લકવો મારી ગયો છે. લેટરમાં લખ્યું કે, આપણું બંધારણ ખતરામાં છે અને આજ કારણ છે કે વધુ પડતા લોકો અહીં રહેવામાં ખતરાનો અનુભવ કરી રહ્યાં છે.
એક વર્ષથી પાદરી વર્ષ (પૈસ્ટોરલ ઇયર)ની શરૂઆતના અવસરે જારી પત્રમાં ગોવા તથા દમન વિસ્તારના ઈસાઈ સમુદાયને સંબોધિત કરવામાં આવ્યા હતા. પાદરી વર્ષ એક જૂનથી 31 મે સુધી હોઈ છે.
We release pastor letters every year, this time some how 1-2 statements have been taken out of context & issue is created. Letter is on your website you must read it to understand context: Secretary of Goa Archbishop on Archbishop's letter stating, 'Our Constitution is in danger' pic.twitter.com/fAi81Nwj1x
— ANI (@ANI) June 5, 2018
ભાજપે કરી નિંદા
ફાધર ફિલિપનું નિવેદન મીડિયામાં આવતા દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો. ભાજપે ફાધરના આ નિવેદનની નિંદા કરી છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, અન્ય દેશોના મુકાબલે ભારતમાં વધુ સ્વતંત્રતા છે અને અહીં સંધારણમાં અલ્પસંખ્યકોની સુરક્ષા માટે વધુ અધિકાર આપવામાં આવ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્મય સ્વામીએ આર્કબિશપની ટીકા કરતા કહ્યું કે, ફાધરનું નિવેદન આ દેશના લોકતંત્ર અને અહીંની ભાઈચારાની સંસ્કૃતિ પર હુમલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે