લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Heat Wave: ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે અને ઘણી જગ્યાએ તાપમાન ઝડપથી વધી રહ્યું છે. એવામાં લૂ લાગવાનો ખતરો ખૂબ વધી જાય છે. લૂ લાગવાની સ્થિતિમાં પ્રાથમિક ઉપચાર ખૂબ જરૂરી હોય છે.
Trending Photos
Heat Stroke Treatment: ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે અને ઘણી જગ્યાએ તાપમાન ઝડપથી વધી રહ્યું છે. એવામાં લૂ લાગવાનો ખતરો ખૂબ વધી જાય છે. લૂ લાગવાથી શરીરનું તાપમાન વધી જાય છે, જેના લીધે બેભાન થઇ જવું અને ત્યાં સુધી કે મૃત્યું પણ થઇ શકે છે.
તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇને લોકોનું ધ્યાન તે તરફ ખેંચ્યું છે કે લૂ લાગવાથી બેભાન વ્યક્તિને ભૂલથી પણ પાણી પીવડાવવું જોઇએ નહી. અ સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
કેમ આપવું જોઇએ નહી પાણી?
લૂ લાગવાથી શરીરનું તાપમાન વધી જાય છે. બેભાન હાલાતમાં જો વ્યક્તિને અચાનકથી પાણી પીવડાવવામાં આવે તો આ તેના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આવું એટલા માટે કારણ કે શરીરનું તાપમાન ઝડપથી ઓછું થતાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન (Electrolyte Imbalance) ની સ્થિતિ પેદા થઇ શકે છે. તેનાથી વ્યક્તિને સ્ટ્રોક અથવા હાર્ટની ગતિ અટકવાનો ખતરો રહે છે.
તો શું કરશો?
જો તમને ખબર પડે છે કે કોઇ વ્યક્તિ લૂ લાગવાથી બેભાન થઇ છે. તો ગભરાશો નહી, તેને તાત્કાલિક છાંયડાવાળી જગ્યા પર લઇ જાવ અને તેના કપડાં ઢીલા કરો. ત્યારબાદ નીચે બતાવવામાં આવેલા ઉપાય કરો.
શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવું લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત
શરીરને ઠંડુ કરો
વ્યક્તિના માથા અને પગ પર ઠંડું કપડું મુકો અને પંખો ચાલુ કરો.
પાણી અથવા તરલ પદાર્થ ન આપો
બેભાન વ્યક્તિને પાણી અથવા તરલ પદાર્થ ન આપો. તેનાથી સ્થિતિ બગડી શકે છે.
બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
દરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકે
ડોક્ટરનો સંપર્ક કરો
જલદીથી જલદી એમ્બુલન્સને બોઅલવો અને બેભાન વ્ય્કતિને હોસ્પિટલ લઇ જાવ.
આરોગ્ય મંત્રાલયની સલાહ
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ગરમીથી બચવાની સલાહ પણ આપી છે. આમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, ઘરની બહાર નીકળતી વખતે છત્રી અથવા કેપનો ઉપયોગ કરવો અને પુષ્કળ પ્રવાહી પીવાનો સમાવેશ થાય છે.
Solar Storm:ધરતી સાથે ટકરાશે શક્તિશાળી સૌર વાવાઝોડું, અંધારામાં ડૂબી શકે છે અનેક દેશ
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર
લૂથી કેવી રીતે બચશો?
- દિવસે 12 થી 3 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં નિકળવાનું ટાળો.
- ઘરમાંથી નિકળતી વખતે પાણીની બોટલ સાથે રાખો અને વારંવાર પાણી પીવો.
- બહાર નિકળતી વખતે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
- ઢીલા અને કોટનના કપડાં પહેરો
- નારિયેળ પાણી, છાસ, ફળનો જ્યૂસ જેવા તરલ પદાર્થનું સેવન કરો.
Upcoming SUV: 1,2 નહી ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ 6 નવી SUV
New Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!
ગરમીની સિઝનમાં સાવધાની ખૂબ જરૂરી છે. લૂ લાગવાની સ્થિતિમાં પાણી પીવડાવવાનું ટાળો અને તાત્કાલિક ડોક્ટરની મદદ લો. સાથે જ ગરમીથી બચવાના ઉપાયોને અપનાવીને હેલ્ધી રહો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે