હનુમાનજીને પોતાના ગણીને મુસલમાન બની ગયા શ્રીરામના વંશજ: ગિરિરાજ સિંહ

ગિરિરાજસિંહે કહ્યું કે, હવે મુસલમાન પણ હનુમાનજીનો સ્વિકાર કરવા લાગ્યા છે, આ સંકેત છે, તેમણે કહ્યું કે, હવે હનુમાનજીની સાથે પ્રભુ શ્રીરામ પણ અયોધ્યા આવવાનાં છે

હનુમાનજીને પોતાના ગણીને મુસલમાન બની ગયા શ્રીરામના વંશજ: ગિરિરાજ સિંહ

નવી દિલ્હી : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી ખતમ થઇ ગયા પરંતુ આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીની જાતી મુદ્દે અપાયેલું નિવેદન આજે પણ ચર્ચાનો વિષય છે. દેશનાં અનેક નેતાઓએ હનુમાનજીનાં પોત-પોતાનાં સમુદાયને જણાવ્યું છે. હવે કડીમાં કેન્દ્રીય મંત્રી અને બિહાર ભાજપનાં મોટા નેતા ગિરિરાજ સિંહે પણ પોતાની વાત કરી હતી. ગિરિરાજ સિંહે કહ્યું કે, હવે મુસલમાન પણ હનુમાનજીને સ્વીકાર કરવા લાગ્યા છે. તેમણે આનો શુભ સંકેત ગણાવ્યો છે. 

24 ડિસેમ્બર સાંજે આપેલા પોતાનાં ટ્વીટમાં ગિરિરાજ સિંહે લખ્યું કે, હવે મુસલમાન પણ અમારા આરાધ્ય દેવ હનુમાનજીનો સ્વિકાર કરવા લાગ્યા છે, આ પ્રકારે તેઓ પોતે રામના વંશજ માનવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. ત્યાર બાદ તેમની ખુબ ટીકા થઇ હતી. જો કે અલગ અલગ નેતાઓનાં નિવેદનોએ આ વિવાદને સતત તાજો રાખ્યો. કોઇએ હનુમાનજીને આદિવાસી ગણાવ્યા, તો કોઇએ જાટ, કોઇ મુસલમાન ગણાવ્યા તો કોઇએ તેમને ખેલાડી પણ ગણાવ્યા હતા. 

પૂર્વ ક્રિકેટર અને ધારાસભ્યએ ખેલાડી ગણાવ્યા હતા. 
ઉત્તરપ્રદેશનાં અમરોહા જિલ્લાનાં નોગાંવ સાદાતનાં ધારાસભ્ય ચેતન ચૌહાણે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, હનુમાનજી કુશ્તી લડતા હતા, ખેલાડી પણ હતા, જેટલા પણ પહેલવાન લોગ છે તેમની પુજા કરે છે. હું તેમને નથી માનતો, અમારા ઇષ્ટ છે. ભગવાનની કોઇ જાતી નથી હોતી. હું તેમને જાતીમાં વહેંચવા નથી માંગતો. ચેતન બે વાર અમરોહાથી સાંસદ પણ રહી ચુક્યા છે. હાલનાં દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારમાં રમત, યુવા કલ્યાણ મંત્રી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news