Love Jihad: અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર ગિરિરાજ સિંહનો પલટવાર

લવ જેહાદ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી  (Asaduddin Owaisi)ના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)એ પલટવાર કર્યો છે. 
 

Love Jihad: અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર ગિરિરાજ સિંહનો પલટવાર

નવી દિલ્હીઃ 'લવ જેહાદ (Love Jihad)' વિરુદ્ધ કાયદો બનાવવા પર રાજકીય માહોલ ગરમ છે. એક તરફ તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ તેને બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો છે. ઓવૌસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પલટવાર કર્યો છે. 

શું કહ્યું ઓવૌસીએ?
મહત્વનું છે કે એઆઈએમઆઈ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદાને બંધારણની આત્માની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, જો આ કાયદો બનાવી શકાય તો સ્પેશિયલ મેરેજ એક્સ (Special Marriage Act)ને ખતમ કરી દેવો જોઈએ. આ કાયદો બંધારણની કલમ 14 અને 21ની વિરુદ્ધ છે. 

Oxford-AstraZeneca કોરોના રસી પર સારા સમાચાર, કેટલી અસરકારક છે તે  ખાસ જાણો

ગિરિરાજનો પલટવાર
અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)એ કહ્યુ કે, ઓવૈસી જેવા લોકોના વિચાર ભારતને ખંડિત કરવાના છે. તેમણે સામાજિક સમરસતા માટે લવ જેહાદ કાયદાને જરૂરી ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો ઇરાદાપૂર્વક દેશમાં સામાજિક સમરસતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી ઘટનાઓ દરરોજ દરેક જગ્યાએ થઈ રહી છે. 

આ રાજ્યોમાં તૈયારી
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનવાની તૈયારી છે. ઉત્તર પ્રદેશમાં ગૃહ વિભાગે લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી કે આગામી કેબિનેટ બેઠકમાં તેને રજૂ કરવામાં આવી શકે છે. તો મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પણ જલદી કાયદો લાવવાની વાત કહી ચુક્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા મંત્રી અનિલ વિજ પણ આ કાયદાની જરૂરીયાત ગણાવી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news