બિહાર: ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ ઉન સાથે કરી

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન સાથે કરી. શુક્રવારે  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના રાજનૈતિક વિરોધીઓનું દમન કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવું કરે છે તે પ્રકારની ક્રુરતા પર ઉતરી આવ્યાં છે. 
બિહાર: ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ ઉન સાથે કરી

પટણા: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન સાથે કરી. શુક્રવારે  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના રાજનૈતિક વિરોધીઓનું દમન કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવું કરે છે તે પ્રકારની ક્રુરતા પર ઉતરી આવ્યાં છે. 

તેમણે કહ્યું કે મમતા બેનર્જી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગિરિરાજ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પાર્ટીના પ્રદેશ મુખ્યમથકમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે મમતા બેનર્જી માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હારના ભયે તેમને કુંઠિત કરી નાખ્યા છે. જે પ્રકારનું વર્તન તેઓ પોતાના રાજનૈતિક હરીફો સાથે કરી રહ્યાં છે, તે અમને કિંમ જોંગ ઉનની યાદ અપાવે છે. 

આ બધા વચ્ચે મમતાએ હુગલી જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસની સંગઠનાત્મક ખામીઓ પર વિચાર કર્યો, જ્યાં પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ભારે ઝટકો લાગ્યો છે. તેમણે કાર્યકર્તાઓને આંતરિક વિખવાદ વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી. મમતાએ 'ગદ્દારો'ને પાર્ટી છોડી દેવા જણાવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news