આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છે: ગિરિરાજ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે ચંદ્રયાન-2 મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) સોમવારે ચંદ્રયાન-2 (Chandrayaan 2) મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન (Fawad Chaudhry)દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી હતી. સિંહે કહ્યું કે, પાકિસ્તાનની સ્થિતી ખસ્તા છે અને તે ભારતની સફળતા અને અસફળતા મુદ્દે ચિંતિત છે.
CM યોગી સહિત સમગ્ર મંત્રીમંડળ IIM માં વિદ્યાર્થી બન્યા, ક્લાસમાં શીખ્યા મેનેજમેન્ટનાં પાઠ
ચંદ્રયાનની ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમનો સંપર્ક તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિત્રાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વિચિત્ર ટિપ્પણી કરતા ટ્વીટ કર્યું હતું, જે કામ આવડતું હોય તેની સાથે પંગો ન લેવો જોઇએ... ડિયર ઇન્ડિયા. ફવાદે ટ્વીટમાં વ્યંગ કરતા ઇન્ડિયાનાં બદલે એંડિયા લખ્યું હતું. ફવાદ એટલે નહોતા અટક્યા. તેમણે એક ભારતીય યુઝર્સનાં ટ્વીટ અંગે ખુબ જ રિટ્વીટ કર્યું. એક ટ્વીટમાં ભારતીય યુઝરનાં ટ્વીટ પર ખુબ જ બેશરમીથી લખ્યું કે, સુઇ જા ભાઇ મુનનાં બદલે મુંબઇમાં ઉતરી ગયું ખિલોના. ફવાદની ઓછી હરકત અંગે ભારતીય યુઝર્સે તેમની આકરી ઝાટકણી કાઢી હતી.
મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા
સિંહે સમાચાર એજન્સી ANI ને કહ્યું કે, બંન્ને મુલ્કો એક સાથે આઝાદ થયા. તેમણે અમારા ચંદ્રયાન-2 મિશનની સફળતા મુદ્દે ચિંતીત ન હોવું જોઇએ. આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ તેઓ (પાકિસ્તાન) હજી પણ ગધેડાઓ જ એક્સપોર્ટ કરી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એરસ્પેસનો ઉપયોગ નહી કરવા દેવાનો પાકિસ્તાનનો નિર્ણય દુખદ નિર્ણય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન મજાકનું પાત્ર બનેલું છે.
વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
તેમણે કહ્યું કે, આ પાડોશી દેશનો દુખદ વ્યવહાર છે. તેઓ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર જાય છે, પરંતુ ત્યાંથી ખાલી હાથે જ પરત ફરવું પડે છે. તેના કારણે પાકિસ્તાનને કંઇ પણ નહી મળે. સિંહે હુમલો કરતા કહ્યું કે, જો પાકિસ્તાન અમારી સામે મુકાબલો જ કરવા માંગે છે તો તેમને ટેક્નીકલી અને વિકાસના મુદ્દે કરવું જોઇએ. સિંહે કહ્યું કે, જો તમે (પાકિસ્તાન) ભારત સામે મુકાબલો કરવા માંગો છો તો આગોતરી ટેક્નોલોજી મુદ્દે કરે. ગરીબી, ભુખમરો અને અન્ય મુદ્દાઓ પર કરે જેનાથી સંદેશ જશે કે તેઓ પોતાની સ્થિતી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે