અમિત શાહના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર, કહ્યું- 'આતંકીઓ સાથે અમે ઈલુ ઈલુ ન કરી શકીએ'
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સપા, બસપા, અને કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિશાન સાધતા ગુરુવારે કહ્યું કે અખિલેશ યાદવ, માયાવતી અને રાહુલ ગાંધી દશને સુરક્ષિત રાખી શકે નહીં.
Trending Photos
ગાઝીપુર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સપા, બસપા, અને કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિશાન સાધતા ગુરુવારે કહ્યું કે અખિલેશ યાદવ, માયાવતી અને રાહુલ ગાંધી દશને સુરક્ષિત રાખી શકે નહીં. શાહે કહ્યું કે ભાજપના લોકો આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કરી શકે નહીં.
કેન્દ્રીય મંત્રી અને ગાઝીપુર લોકસભા બેઠક પરથી ફરીથી ભાજપના ઉમેદવાર બનેલા મનોજ સિન્હાના સમર્થનમાં એક ચૂંટણી સભામાં શાહે કહ્યું કે, 'આ મહામિલાવટી લોકો દેશની વાતો કરે છે... અખિલેશ, માયાવતી અને રાહુલ ગાંધી દેશને સુરક્ષિત રાખી શકે નહીં.' તેમણે કહ્યું કે, 'અમે ભાજપવાળા છીએ, અમે આતંકીઓ સાથે ઈલુ ઈલુ કરી શકીએ નહીં.'
શાહે કહ્યું કે, 'અમે દેશની સુરક્ષા સાથે રમત કરી શકીએ નહીં. ત્યાંથી (પાકિસ્તાન)થી ગોળી આવશે તો અહીંથી (ભારત) ગોળો જશે અને ઈંટનો જવાબ પથ્થરથી અપાશે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ટુકડે ટુકડે ગેંગવાળા સાથે છે અને દેશને તોડવાની ઈચ્છા રાખે છે.'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના મરે, પરંતુ ફોઈ (માયાવતી), ભત્રીજા (અખિલેશ યાદવ) અને રાહુલ બાબાની ઓફિસમાં માતમ પ્રસરી ગયો. તેમણે સવાલ કર્યો કે મને ખબર ન પડી કે તેમને આટલું દુ:ખ કેમ થયું? તેમના ચહેરા કેમ લટકી ગયાં? તે આતંકીઓ તેમના કાકા-મામાના ભાઈ લાગતા હતાં કે શું?
જુઓ LIVE TV
અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના ઘોષણાપત્રમાં દેશદ્રોહની કલમ હટાવવાની વાત કરી છે જેથી કરીને 'ભારત તેરે ટુકડે હોંગે'ના નારા લગાવનારાઓને જેલ ન થઈ શકે. આથી કોંગ્રેસ પોતાના ઘોષણાપત્રમાં દેશદ્રોહની કલમ હટાવવાની વાત કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે