રશિયા પર ભારતના વલણથી નારાજ છે જર્મની? જર્મન રાજદૂતે આપ્યો આ જવાબ

ભારતે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રના કોઈ પણ ફોરમ પર રશિયા વિરુદ્ધ આવેલા પ્રસ્તાવ પર મતદાનનો બહિષ્કાર કર્યો છે. UNSC માં અમેરિકા તરફથી રજૂ થયેલો પ્રસ્તાવ હોય કે પછી કોઈ અન્ય પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા આ સ્ટેન્ડ લીધુ છે. બીજી બાજુ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ કારણે જર્મની  ભારતથી નારાજ છે?

રશિયા પર ભારતના વલણથી નારાજ છે જર્મની? જર્મન રાજદૂતે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. આ બધા વચ્ચે રશિયાનો એક મોટો સૈન્ય કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. વોર ઝોનથી અલગ કૂટનીતિક મોરચે અમેરિકા સહિત તમામ નાટો દેશ રશિયાને સતત ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રના કોઈ પણ ફોરમ પર રશિયા વિરુદ્ધ આવેલા પ્રસ્તાવ પર મતદાનનો બહિષ્કાર કર્યો છે. UNSC માં અમેરિકા તરફથી રજૂ થયેલો પ્રસ્તાવ હોય કે પછી કોઈ અન્ય પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા આ સ્ટેન્ડ લીધુ છે. બીજી બાજુ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ કારણે જર્મની  ભારતથી નારાજ છે?

રશિયાને અલગ થલગ કરવા પર ભાર
આવા અનેક જટિલ સવાલોના જવાબ ભારતમાં સ્થિ જર્મનીના રાજદૂત વોલ્ટર લિન્ડરે આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે જર્મની અને તેમને હજુ પણ આશા છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાનું સ્ટેન્ડ બદલશે. જર્મન રાજદૂતનું આ નિવેદન વિદેશમંત્રી એસ જયશંકર અને જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેરબોક વચ્ચે થયેલી વાતચીત બાદ આવ્યું છે. આ ચર્ચામાં જર્મનીના વિદેશમંત્રીએ રશિયાને અલગ થલગ કરવા પર  ભાર મૂક્યો હતો. 

ભારતનું સ્ટેન્ડ બદલાય તેવી આશા
વિદેશ મંત્રીઓની વાતચીતના સંદર્ભમાં જ્યારે રાજદૂત લિન્ડરને પૂછવામાં આવ્યું કે જર્મનીના વિદેશ મંત્રીએ ભારતીય વિદેશમંત્રી સાથે વાત કરી છે. શું ભારત યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ જર્મનીનો સાથ આપવા માટે તૈયાર છે? જેવા જવાબમાં તેમણે કહ્યું કે આ સવાલનો જવાબ ભારતીય કૂટનીતિજ્ઞ વધુ સારી રીતે આપી શકશે. કારણ કે તેઓ જ ભારતની સ્થિતિને વધુ સારી રીતે જણાવી શકે છે. પરંતુ અમારી ફોન પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ કરી દીધુ છે કે અમે બધા એક જ નાવમાં સવાર છીએ. અમે બધા આંતરરાષ્ટ્રીય નિયમોની વકીલાત કરીએ છીએ અને ક્ષેત્રીય અંખંડિતતા સાથે સાર્વભૌમત્વના ભંગનો વિરોધ કરીએ છીએ. 

ભારતના વલણથી નારાજ છે જર્મની
ભારતે અત્યાર સુધી યુક્રેન પર રશિયાના આક્રમણ અંગે પોતાનું નિષ્પક્ષ વલણ અપનાવી રાખ્યું છે. રશિયાના આક્રમણ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેવાર વોટિંગ થઈ ચૂક્યુ છે અને બંને વખત ભારતે વોટિંગમાં ભાગ લીધો નથી. સોમવારે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ(UNHRC) માં પણ મતદાન થયું અને અહીં પણ ભારત મતદાનથી બહાર રહ્યું. 

બધાએ ભોગવવું પડશે પરિણામ
વોલ્ટરે એમ પણ કહ્યું કે, 'માત્ર અમે જ નહીં દુનિયાના અનેક દેશોએ ભારત સાથે વાત કરી છે. નિશ્ચિત પણે હવે તે ભારત પર છે કે તે શું નિર્ણય લે છે. યુક્રેન ભારતથી બહુ દૂર થઈ શકે છે પરંતુ જો અમે યુક્રેનમાં પીડિતોના માનવાધિકાર ભંગને સહન કરીએ તો તે અન્યાય ક્યાંય પણ થઈ શકે છે. ભારતમાં પણ. જો આપણે પુતિનને તે બધુ કરવા દઈશું જે તેઓ ઈચ્છે છે તો તેનું પરિણામ બધાએ ભોગવવું પડશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news