G20 Summit: 'ભારત-ફ્રાન્સ વિકાસના નવા રેકોર્ડ બનાવશે', રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની બેઠકમાં શું થયું? પીએમ મોદીએ જણાવ્યું

G20 Summit 2023: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જી-20 સમિટ માટે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

G20 Summit: 'ભારત-ફ્રાન્સ વિકાસના નવા રેકોર્ડ બનાવશે', રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની બેઠકમાં શું થયું? પીએમ મોદીએ જણાવ્યું

નવી દિલ્હીઃ PM Modi-Emmanuel Macron Talks: ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજીત બે દિવસીય જી-20 શિખર સંમેલનનું રવિવારે સમાપન થયું છે. આ બેઠકમાં ભાગ લેવા આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોંએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. 

મૈક્રોંએ બેઠક બાદ હિન્દુસ્તાન અને પીએમ મોદીની પ્રશંસા કરી. તો પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું- રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોંની સાથે બપોરના ભોજનના સમયે ઘણી સાર્થક બેઠક થઈ. અમે ઘણા વિષયો પર ચર્ચા કરી અને અમે તે નક્કી કરવા માટે તત્પર છીએ કે ભારત-ફ્રાન્સ સંબંધ પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચે. 

— Narendra Modi (@narendramodi) September 10, 2023

ફ્રાન્સે શું કહ્યું?
મૈક્રોંએ કહ્યુ કે જી-20એ દેશોની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતાના સિદ્ધાંતોને યથાવત રાખવાની વાત કરી. અમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ઉંડા સુધારનું સમર્થન કરીએ છીએ જેથી દુનિયાની વર્તમાન વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરી શકે. 

મૈક્રોંએ જણાવ્યું કે ફ્રાન્સ ભારતની સાથે રક્ષા સહયોગને વધુ વિકસિત કરશે. વર્તમાન વિભાજિત માહોલને ધ્યાનમાં રાખતા હિન્દુસ્તાને જી20 અધ્યક્ષના રૂપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આ સિવાય તેમણે સોશિયલ  મીડિયા એક્સ પર પીએમ મોદીની સાથે ફોતો શેર કરતા વસુધૈવ કુટુમ્બકમ્ લખ્યું છે. 

— Emmanuel Macron (@EmmanuelMacron) September 10, 2023

મૈક્રોંને ભારત અને PM મોદી વિશે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું, "અહીં વિતાવેલ અદ્ભુત સમય માટે પીએમ મોદી અને ભારતીય લોકોનો આભાર." હું પીએમ મોદી અને લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.'' તેમણે વધુમાં કહ્યું કે G20 સમિટે એકતાનો સંદેશ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news