ચોથા તબક્કામાં 9 રાજ્યની 71 લોકસભા સીટો પર મતદાન, અનેક હાઇપ્રોફાઇલ સીટો પર નજર

ચોથા તબક્કાની 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર મતદાન થશે, જેમાં 945 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે, સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે

ચોથા તબક્કામાં 9 રાજ્યની 71 લોકસભા સીટો પર મતદાન, અનેક હાઇપ્રોફાઇલ સીટો પર નજર

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનો લગભગ અડધો હિસ્સો પુર્ણ થઇ ચુક્યો છે અને હવે સોમવારે ચોથા તબક્કામાં મતદાનનો વારો છે. આ રાઉન્ડમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, સુભાષ ભામરે, એસ.એસ અહલુવાલિયા અને બાબુલ સુપ્રિયો તથા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ એખ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને અધીર રંજન ચૌધરી સહિત 961 ઉમેદવારની કિસ્મતમાં ચૂંટણી કિસ્મત ઇવીએમમાં કેદ થશે. આશરે 12.80 કરોડ મતદાતા રાજકીય સમરમાં ઉતરેલા દિગ્ગજોની કિસ્મતનો નિર્ણય લેશે. 

ઓરિસ્સામાં ભાજપનાં બૈજયંત પાંડા, મુંબઇ નોર્થ સીટથી કોંગ્રેસ કેંડિડેટ ઉર્મિલા માતોડકર, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમુલ કોંગ્રેસની શતાબ્દી રૉય અને કોંગ્રેસનાં મિલિંદ દેવડા સહિત અનેક ઉમેદવારો પણ ચોથા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા. પ્રખ્યાત ચહેરામાં તેમનો સમાવેશ થાય છે. 

ઓરિસ્સામાં ભાજપનાં બૈજયંતી પાંડા, મુંબઇ નોર્થથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોડકર, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમુલ કોંગ્રેસનાં શતાબ્દી રોય, અને કોંગ્રેસના મિલિંદ દેવડા ઉપરાંત ભાજપનાં ગિરિરાજ સિંહની સામે કનૈયા કુમાર સહિતનાં નેતાઓનાં ભવિષ્યનો નિર્ણય કાલે થશે. 

આ રાઉન્ડમાં બિહારની 5, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 6-6, મહારાષ્ટ્રની 17, યુપી અને રાજસ્થાનની 13-13 સીટો અને પશ્ચિમ બંગાળમાં 8 સીટો પર મતદાન થવાનું છે. એટલું જ નહી ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી માટે તમામ 42 વિધાનસભા સીટો પર પણ મતદાન થવાનું છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાતાઓ પાસે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવાની તક હશે. બિહારમાં દરભંગા, ઉજિયાપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેર સીટ પર મતદાન થવાનું છે. આ 5 સીટો પર કુલ 66 ઉમેદવાર પોતાનુ ભાગ્ય અજમાવવા માટે ઉતરશે. 

યુપીમાં ડિમ્પલ, સાક્ષીમહારાજ, સલમાન ખુર્શીદનો નિર્ણય
ઉત્તરપ્રદેશની 13 સીટો પર સોમવારે મતદાન થવાનું છે. રાજ્યનાં તમામ 7 તબક્કામાં મતદાન થવાનું છે. આ રાઉન્ડમાં શાહજહાપુર, લખીમપુર ખીરી, હરદોઇ, મિસરિખ, ઉન્નાવ, ફર્રુખાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલૌન, ઝાંસી અને હમીરપુર સીટો પર મતદાન થવાનું છે. આ બધામાં ચર્ચિ સીટ કન્નોજ છે. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ ઉભા છે.  આ ઉપરાંત ઉન્નાવ સીટ પરથી ભાજપના ફાયરબ્રાંડ નેતા સાક્ષી મહારાજ લડી રહ્યા છે. ફર્રુખાબાદથી સલમાન ખુર્શીદ લડી રહ્યા છે. કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલ મેદાને છે. 

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના પુત્રનો નિર્ણય
રાજસ્થાનમાં સોમવારે મુખ્યમંત્રી અશોક ગહલોતનાં પુત્ર વૈભવ ગહલોત, જયપુરનાં પૂર્વ રાજ પરિવારનાં સભ્ય દીયા કુમારી અને બે કેન્દ્રીય મંત્રી સહિત 115 ઉમેદવારનાં ભાગ્યનો નિર્ણય થવાનો છે. જોધપુર સીટ પરથી વૈભવ ગહલોતની સામે  કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત છે. રાજસ્થાનની તમામ 25 લોકસભા સીટો પર 2014માં ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. જો કે હવે કોંગ્રેસ હવે પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. 

બિહારમાં ગિરિરાજ, કનૈયા, નિત્યાનંદ રાયનું ભાગ્ય દાંવ પર
રાજનીતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાય સીટ પર છે. જ્યાં ભાજપનાં ફાયરબ્રાંડ નેતા ગિરિરાજસિંહની સામે સીપીઆઇથી વિદ્યાર્થી નેતા રહેલા કનૈયા કુમાર ઉતર્યો છે. આ સીટ પર હાઇપ્રોફાઇલ મુકાબલો જોવા મળશે. જાવેબ અખ્તર, શબારા આઝમી, સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ સહિત તમામ સેલિબ્રિટીએ કનૈયાનાં સમર્થનમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. 

છિંદવાડામાં નકુલનાથનાં ભાગ્યનો નિર્ણય થશે.
મધ્યપ્રદેશની વાત કરીએ તો કમલનાથના પુત્ર નકુલનાથ છિંદવાડા સીટથી મેદાને છે. જે હાઇપ્રોફાઇલ મુકાબલો છે. આ રાજ્યમાં ચોથા રાઉન્ડમાં શહડોલ, જબલપુર, સીધી, માંડલા, બાલાઘાટ અને છિંદવાડા સીટ પર ચૂંટણી થવાની છે. છિંદવાડા સીટથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ 40 વર્ષ સુધી સાંસદ રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મિલિંદ દેવડા અને પ્રિયા દત્ત જેવા કોંગ્રેસનાં હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય પણ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news