પુલવામા કાવત્રા માટે આખી ટીમ જરૂરી, સુરક્ષામાં પણ હતી ખામી: RAW પૂર્વ ચીફ
પૂર્વ રો ચીફે કહ્યું કે, પુલવામાની સમગ્ર ઘટનાને કોઇ એક વ્યક્તિએ પાર નથી પાડી તેના માટે એક ટીમનું લાંબા સમયનું આયોજન છે
Trending Photos
હૈદરાબાદ : રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ પ્રમુખ વિક્રમ સુદે રવિવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા આતંકવાદી હૂમલો કોઇ એક વ્યક્તિ નહી પરંતુ સમુહનું કામ છે. સુદે ઘટના માટે સુરક્ષા સુરક્ષામાં ખામીને પણ જવાબદાર ઠેરવી હતી.
સુદે રાષ્ટ્રીય સુરક્ષા માટે વિદેશી ગુપ્ત (ગતિવિધિઓ) પર એક સંગોષ્ઠીને સંબોધિત કર્યા બાદ કહ્યું કે, પુલવામાની સમગ્ર ઘટનાને કોઇ એક વ્યક્તિએ પાર નથી પાડી પરંતુ સમગ્ર ઘટના પાછળ આખી ટીમ કામે લાગેલી હશે. આ પ્રકારની ઘટના સુરક્ષામાં ક્યાંક થયેલી કોઇ પ્રકારની ચુક વગર શક્ય નથી. તેમણે (સીઆરપીએફ) વાહનોનાં આવન જાવન અંગે પહેલાથી જ માહિતી હતી. આ કાવત્રાને પાર પાડવામાં એક આખી ટીમ કામે લાગી હશે.
આ કોઇ બોક્સિંગ મેચ નથી
ભારતે આ હૂમલાનો કઇ રીતે જવાબ આપવો જોઇએ તેવું પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ કોઇ બોક્સિંગ મેચ નથી.. મુક્કા બદલે મુક્કો જ મારવો જરૂરી નથી. વડાપ્રધાન પોતે જ કહી ચુક્યા છે કે, સમય અને સ્થળ સુરક્ષા દળ પોતે જ નક્કી કરશે.
ચીનની અવળચંડાઇના કારણે જૈશ એ મોહમ્મદનો વડો મૌલાના મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવામાં ભારત સમક્ષ આવી રહેલી અડચળો અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ચીન પાકિસ્તાનની અપીલ પર આવુ કરી રહ્યું છે.જ્યારે અઝહરને આતંકવાદી જાહેર કરવાની વાત આવે છે તો સંયુક્ત રાષ્ટ્રમાં માત્ર ચીન જ તેની રક્ષા કરે છે.
રૉના પૂર્વ પ્રમુખે દાવો કર્યો કે, ચીન એવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તેને આશંકા છે કે શિંજિયાંગ પ્રાંતના ઇસ્લામીક સંગઠન પાકિસ્તાનના આતંકવાદીનો સંપર્ક કરી શકે છે. ગુપ્તચર સેવાથી 31 વર્ષ સુધી જોડાયેલા રહેલા સુદે કહ્યું કે, આ એક બીજાને ફાયદો પહોંચાડવા જેવું છે. ચીનના ઉપકાર બદલે પાકિસ્તાન તે સુનિશ્ચિત કરશે કે તેના શિંજિયાંગમાં મુસ્લિમો દ્વારા મુશ્કેલી પેદા કરવામાં ન આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે